વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં મેઘરાજાનું આગમન, ચાર દિવસ સુધી આ વિસ્તારોમાં થશે વરસાદ

Weather

રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે મંગળવારે વરસાદની આગાહી કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થઈ ચૂકયું છે. મંગળવારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે.

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કડાકા ભડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થઈ ચૂકયું છે. સાવરકુંડલાના વંડા, મેવાસા, વાશિયાલી, ભામોદરા, શેલણા સહિતનાં ગામડાઓમાં વરસાદનું આગમન થતાં લોકોની આતુરતાનો અંત આવ્યો છે. બીજી તરફ લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. જો કે ભારે પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે.

અમરેલીમાં અચાનકથી વાતાવરણનો મિજાજ બદલાતા કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જ્યારે અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા પાણી વહેતા થયા છે. જો કે ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતો કેરીના પાકને નુકસાનની ભિતી થતાં ચિંતિત થયા છે.

અમરેલીના સાવરકુંડલામાં વીજળીના ચમકારા સાથે મેઘરાજા વરસી રહ્યા છે. વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અમરેલી જિલ્લામાં કૃતિકા નક્ષત્રમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે કહેવાય છે કે જો કૃતિકામા છાંટા પડે તો પણ ચોમાસુ સારું રહે છે.

આ દરમિયાન અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા તથા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ત્યારે સાવરકુંડલાના વંડા, મેવાસા, વાશિયાલી, ભામોદરા, શેલણા સહિતનાં ગામડાઓમાં આજે વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય વરસાદ થયો છે. આ સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળા છવાયા છે અને છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તથા તોફાની પવન સાથે વરસાદ થશે. હાલ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે આવતીકાલથી ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે. વાતાવરણનો મિજાજ બદલાતા આવતીકાલથી આગામી ચાર દિવસ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.