ફરી એકવાર ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ કર્યું અનોખું કામ, વ્યસન છોડનારના નામે 15 લાખ રૂપિયા દાન કર્યા

Gujarat

સુરતના ડાયમંડ કિંગ અને પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સવજીભાઈ ધોળકિયા સરાહનીય કાર્યને લઈને અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. ત્યારે હાલ એક મીડિયા અહેવાલ અનુસાર સવજીભાઈ ધોળકિયાએ 31 લોકોને માતાજીના કામ માટે વ્યસન મુક્ત કરાવ્યા છે. આ સાથે જ સવજીભાઈએ વ્યસન મુક્ત કરનાર વ્યક્તિના વતી 51-51 હાજર એમ કુલ મળીને 15 લાખનું દાન કર્યું છે.

હાલમાં સવજીભાઈ ધોળકિયા વતનમાં કુળદેવી માતાના મંદિર નિર્માણ માટે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવજીભાઈએ એક સરાહનીય કાર્ય કર્યું છે. જેના કારણે તેઓ ચર્ચામા આવ્યા છે. સવજીભાઈએ સ્નેહમિલનમાં ઉપસ્થિત લોકોને કહ્યું કે વ્યસન છોડી દો હું તમારા વતી દાન કરીશ. ત્યારે માતાના મંદિર નિર્માણ માટે 31 લોકોએ વ્યસન છોડતા તેના પરિવારમાં ખુશી આવી છે.

સવજી ધોળકિયાએ વ્યસન છોડનારનાં નામથી 51 હજારનું દાન કરી સામાજિક સેવા અને વ્યસન મુક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર છે. જ્યાં હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું.

આ દરમિયાન ડાયમંડ કિંગ સવજીભાઈએ પૈસાનું અનોખી રીતે દાન કર્યું છે. તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે જે કોઈ વ્યસન છોડવા તૈયાર હશે તેમના નામથી હું કુળદેવીના મંદિર માટે 51 હજાર દાન કરીશ. ત્યારે માતાના મંદિર નિર્માણ માટે 31 લોકો તૈયાર થતા સવજીભાઈએ 15.50 લાખ વ્યસન છોડનારાના નામે દાનમા આપ્યા છે. આ સાથે જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

ધોળકિયા પરિવારના કુળદેવી માતાની 2 કરોડના ખર્ચે મંદિર બંધાવા જઈ રહ્યું છે. ત્યારે લોકો પોતાની શક્તિ પ્રમાણે દાન કરે છે. ત્યારે સવજીભાઈએ પૈસાના દાન કરતા પણ મોટું જે લોકોનું સ્વાસ્થ્ય છે તેના માટે એક પહેલ શરૂ કરી છે. ત્યારે 31 લોકોએ માતાના મંદિર નિર્માણ માટે વ્યસન છોડ્યા છે.

સવજીભાઈએ જાહેર મંચ પરથી જ કહ્યું હતું કે જે કોઈ વ્યસન છોડશે તેમના વતી હું દાન કરીશ. તેમણે જણાવ્યું કે જે દિવસે સ્નેહમિલન હતું તે દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ હોવાથી મને આ વિચાર આવ્યો. તેઓ જણાવે છે કે કુળદેવી મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આર્થિક સહાય સહયોગ તો આપવાનો જ હોય.

પરંતુ વ્યસન મુક્તિથી એક અનોખી પહેલ શરૂ કરી. સવજીભાઈના આ પ્રપોઝલમાં 31 લોકોએ વ્યસન છોડતા સવજીભાઇએ તેમના વતી 15 લાખ દાન કર્યા. આ સાથે જ ફરી એકવાર ડાયમંડ કિંગ સવજીભાઈએ લોકોના દિલ જીતી લીધા છે. સવજીભાઈના આ સરાહનીય કાર્યથી લોકો ખુશ થયા છે. આ સાથે તેમના કાર્યને બિરદાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.