ઓસ્ટ્રેલિયામા ગુજરાતી યુવકનો અનોખો અંદાજ, લકઝરી ગાડીઓ માટે મુખી લખેલી નંબર પ્લેટ લેવા ખર્ચે છે લાખો રૂપિયા

Story

હાલના સમયમા વાહનોમાં પોતાની મનપસંદ નંબર લગાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ લોકો આ ખાસ નંબર પ્લેટ માટે લાખો રૂપિયા ખર્ચે છે. માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ લોકો કેટલાક ડોલર ખર્ચીને સ્પેશ્યલ નંબર પ્લેટ ખરીદે છે. ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની અને હાલ ઓટ્રેલિયમાં રહેતા મંથન રાદડિયા અનોખા નંબર પ્લેટના કારણે ચર્ચામાં આવ્યા છે.

આ ગુજરાતી યુવક પોતાની તમામ ગાડીના નંબર પ્લેટમાં મુખી લગાવવા માટે લાખો રૂપિયા ખર્ચે છે. આ ગુજરાતી યુવકની નંબર પ્લેટ તરફ લોકો આકર્ષાયા છે. દરેક જગ્યાએ આ યુવકની ચર્ચા થઈ રહી છે. વિદેશમાં પણ ગુજરાતીઓ પોતાની મનપસંદ નંબર પ્લેટ માટે લાખો રૂપિયા ખર્ચે છે. ત્યારે અમરેલી જિલ્લાનો વતની ઓસ્ટ્રેલિયામાં મુખી નંબર પ્લેટ વાળી લક્ઝુરિયસ કારમાં ફરે છે.

આ યુવકનું નામ મંથન રાદડિયા છે. જેણે અત્યાર સુધીમાં કુલ પાંચ કાર ફેરવી છે. જે તમામ કારની નંબર પ્લેટ પર ‘મુખી’ લખાવેલું છે. આ યુવકે આ ખાસ નંબર પ્લેટ માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન મંથન રાદડિયાએ જણાવ્યું છે કે તે અમરેલીના સાવરકુંડલા જિલ્લાના ધજડી ગામનો વતની છે. જે ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. જ્યારે તેના માતા પિતા અમદાવાદના નિકોલમાં રહે છે.

મંથન બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યાં તે હાલમાં પર્થ સીટીમાં ઇન્ડિયાથી ગ્રોસરી ઈમ્પોર્ટ કરીને હોલસેલ વેચે છે. મંથને તેના પિતાનું સપનું પૂરું કરવા માટે વર્ષ 2018 માં ઓસ્ટ્રેલિયાની વાટ પકડી હતી. તેઓ જણાવે છે કે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ તેમણે એક હજાર ડોલર આપીને ‘મુખી’ નંબર પ્લેટ લઈ લીધી હતી અને આ નંબર પ્લેટથી એક કાર ખરીદી હતી.

મંથન જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં ચાર વર્ષમાં તેમણે પાંચ કાર બદલી છે. પરંતુ દરેક કારની નંબર પ્લેટ ‘મુખી’ હતી. આ માટે તેમણે લાખો રૂપિયા ખર્ચ્યા છે. જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે મુખી નંબર પ્લેટ જ કેમ? ત્યારે તેમણે જણાવ્યું કે એ મારા દાદાજી લાલજીભાઈ રાદડિયા ગામના મુખી હતા. ગામમાં એમની ખૂબ જ માન મર્યાદા હતી.

મંથન જણાવે છે કે મારા દાદા જીવ્યા ત્યાં સુધી ગામના મુખી તરીકે જ ઓળખાતા હતા એવું મારા પપ્પા અને મારા પરિવારજનો પાસેથી સાંભળ્યું હતું. આ ઉપરાંત તેઓ જણાવે છે કે મારા દાદાને લોકો મુખીથી ઓળખતા હતા. તેમના સાચા નામથી ખૂબ ઓછા લોકો ઓળખતા હશે. દાદાના કારણે મને મુખી નામથી ખૂબ જ લગાવ થઈ ગયો છે. તેથી હું મારી કારની નંબર પ્લેટ આ નામથી જ લઉં છું.

મંથન જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા કેટલાક ભારતીય તેમને સવાલ પૂછે છે કે તમે મુખી નામની નંબર પ્લેટ કેમ રાખો છો? ત્યારે હું બધાને મારા દાદા અને તેમના પ્રત્યેની લાગણીની વાત કરું છું. મંથન બે વર્ષ પહેલા અમદાવાદ આવ્યો હતો. ત્યારે તેણે પોતાના પિતાને કાર ગિફ્ટ કરી હતી. જેની પાછળ પણ તેમણે મુખી લખાવ્યું હતું. આ અનોખી નંબર પ્લેટના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. આ સાથે જ લોકો દાદા પૌત્રના પ્રેમની ચર્ચા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.