અષાઢ મહિનામાં સારો વરસાદ થાય તે માટે કરાઈ તળાવની પાળ પૂજા, જાણો સારા વરસાદ માટે કરવામાં આવતી આ વર્ષો જૂની પરંપરા શું છે

India

દરેક જગ્યાએ વરસાદની રાહ જોવાઇ રહી છે. જો કે કેટલાક વિસ્તારોમાં તો વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે આવનારા ટૂંક સમયમાં જ દેશભરમાં મેઘરાજા પધરામણી કરશે. આ વચ્ચે અજમેર માંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કિશન ગંજના બોરડા વિસ્તારમાં સારા વરસાદ માટે ભગવાન ઇન્દ્ર દેવની પૂજા કરવામાં આવી છે.

ગામ લોકોની માન્યતા છે કે જેઠ મહિનામાં ઇન્દ્ર દેવની પૂજા કરવાથી અને હવન કરવાથી ચોમાસામાં સારો વરસાદ થાય છે. જેથી ગામના મુખી અને કેટલાક વ્યક્તિએ તળાવની પાળ પર જઈને પંડિતની હાજરીમાં પૂજા અર્ચના કરી. બોરડાના ગ્રામજનોએ ઇન્દ્ર દેવની પૂજા અર્ચના કરીને સારા વરસાદ માટેની પ્રાર્થના કરી છે.

માન્યતા અનુસાર વૈશાખ અને જેઠ મહિનાને હિંદુ ધર્મમાં પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ સાથે જ આ મહિનાઓમાં ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. ગ્રામજનો દ્વારા અષાઢ મહિનામાં જલ્દી અને સારો વરસાદ થાય તે માટે ઇન્દ્રદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરીને તળાવની પાળ પર ઇન્દ્રદેવની પૂજા કરવામાં આવે છે.

પૂજા કર્યા બાદ દેવતાઓને ભોગ લગાવીને બ્રાહ્મણોને જમાડવામાં આવે છે. જેને એક પુણ્ય અને ધર્મ સાથે જોડવામાં આવેલ છે. ઇન્દ્રદેવની પૂજા ઘણા ગામમાં કરવામાં આવે છે. જેમાં ગામના દરેક સમાજના લોકો ભાગ લે છે અને ભગવાન ઇન્દ્રદેવને સારા વરસાદ માટે પ્રાર્થના કરે છે. સારા વરસાદ માટે લોકો તળાવની પાળે હવન કરે છે.

ગ્રામજનોએ જણાવ્યું કે બોરડામાં ઘણા સમયથી એક નંદી રહેતો હતો. જે ખુબ જ શાંત સ્વભાવનો હતો. આ નંદી દરરોજ ગામ લોકોના ઘરની બહાર આવી ઊભો રહેતો હતો. જેનાથી દરેક લોકો દ્વારા રોટલી અને ગોળ નંદીને ખવડાવવામાં આવતો હતો. થોડા વર્ષો પહેલાં જ નંદીનું મૃત્યુ થઈ જતાં ગ્રામજનોએ તેને દેવતા સમાન માની તેજાજી મંદિર પરિસરમાં તેનું દફન કર્યું. ત્યાર બાદ પથ્થરથી બનેલી મૂર્તિની મંત્ર ઉચ્ચારણ સાથે સ્થાપના કરવામાં આવી. આ દરમિયાન જ સારા વરસાદ માટે ઈન્દ્રદેવની પૂજા અને હવન કરવામાં આવ્યો. સાથે જ ગામલોકોએ સારો વરસાદ થાય તેવી માંગણી કરી.

Leave a Reply

Your email address will not be published.