આખરે વડોદરાની ક્ષમા બિંદુએ પોતાની સાથે કર્યા લગ્ન, આ કારણથી અચાનક ત્રણ દિવસ વહેલા કરી લીધા લગ્ન

Gujarat

ગુજરાતના સૌ પ્રથમવાર આત્મ વિવાહ થયા. વિવાદો વચ્ચે ફસાયેલી વડોદરાની ક્ષમા બિંદુએ આખરે પોતાની સાથે જ લગ્ન કરી લીધા છે. વડોદરામાં અનોખા લગ્ન થયા જેમાં લગ્નમાં કોઈ વરરાજો ન હતો. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની જ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા છે.

વડોદરાની ક્ષમા બિંદુને પોતાની જાત સાથે ગંધર્વવિવાહ કર્યા. ક્ષમાએ પોતાની જાતે જ પોતાના ગળામાં મંગળસૂત્ર પહેર્યું અને જાતે માંથમાં સિંદૂર પૂરીને આત્મ વિવાહ કર્યા. આ લગ્નમાં કોઈ પંડિત ન હોવાથી મોબાઈલમાં મંત્રોચાર શરૂ કરીને લગ્ન કર્યા. આ લગ્નમાં માત્ર બે પુરુષ અને ત્રણ મહિલા મિત્રો હાજર રહ્યા હતા.

વિવાદો વચ્ચે ફસાયેલી ક્ષમા બિંદુએ લગ્નની નિર્ધારિત તારીખ કરતા ત્રણ દિવસ વહેલા લગ્ન કરી લીધા છે. ત્યારે ક્ષમાએ લગ્ન બાદ પોતાને સપોર્ટ કરનાર તમામનો આભાર માન્યો છે. ક્ષમા વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલા એક મકાનમાં રહે છે. ક્ષમાએ આત્મવિવાહ કરવાનું નક્કી કરતા વિવાદ ઉભો થયો હતો.

ક્ષમાએ જાહેરાત કરી હતી કે હું મારી જાત સાથે જ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરીશ. ત્યારે ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ક્ષમાએ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેણે 11 જૂન લગ્ન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે વિવાદો વચ્ચે ત્રણ દિવસ વહેલા લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published.