દેશ ભરમાંથી અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં વાહન ચાલકોની ભૂલને કારણે કેટલીકવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે અકસ્માતનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગરુડને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. મૂંગા જીવને બચાવવા જતા તેઓ ટેક્સી સાથે અથડાઈને હવામાં ઉછળ્યા હતા. જેમાં જાનહાની પણ થઇ છે.
આ કિસ્સો મુંબઈમાંથી સામે આવ્યો છે. મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનાનો કાળજું કંપાવી દે તેવો વિડીયો પણ સામે આવ્યો છે. અમર મનીષ જરીવાલ અને તેમના ડ્રાઈવર કામથી જઈ રહ્યા હતા ત્યારે બાંદ્રા વરલી સી લિંક પર પોતાની કારથી ઘાયલ થયેલા ગરુડને બચાવવા માટે નીચે ઉતર્યા હતા. કારણ કે તેઓ પશુ પક્ષીઓ માટે ખુબજ સંવેદનશીલ હતા.
Never get down and walk like this on Bandra Worli Sea Link!
NEVER!
pic.twitter.com/YLQGWjcqsE— Roads of Mumbai 🇮🇳 (@RoadsOfMumbai) June 10, 2022
અમરે બાન્દ્રા વર્લી સી લિંક પર પોતાની કારથી ઇજાગ્રસ્ત થયેલા ગરુડને બચાવવા માટે ગાડી રોકાવી હતી. અમર મનીષ જરીવાલાએ પોતાની કાર રોકાવી અને ડ્રાઈવર શ્યામ સુંદર કામત સાથે ગરુડને બચાવવા માટે નીચે ઉતર્યો હતો.અમર અને તેનો ડ્રાઈવર ગાડીમાંથી બહાર નીકળ્યા તે સમયે જ બીજા લેનમાં આવી રહેલી એક ટેક્સીએ તેમને ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે તે બંને હવામાં ઉછળીને પટકાયા હતા. આ દરમિયાન અમરનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેમના ડ્રાઈવરને ઈજાગ્રસ્ત હાલતમા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. ત્યારે ઘટનાનો વિડીયો પણ ખુબ વાયરલ થયો હતો.
અમર મનીષ જરીવાલા PNC રોડ સ્થિત એક સોસાયટીમાં રહે છે. તે કોઈ કામથી મલાડ જઈ રહ્યો હતો. મલાડ જવા માટે અમરે સી લિંકનો રસ્તો પસંદ કર્યો હતો. બાન્દ્રા વર્લી સી લિંક પર ખાલી ફોર વ્હીલરને જ પરવાનગી હોવાથી મોટે ભાગે બધા ગાડીઓ ફૂલ સ્પીડે ચલાવતા જોવા મળે છે. તેવામાં અચાનક સામે કોઈ આવી જાય તો પણ અચાનક બ્રેક મારી સામેવાળાને બચાવવું ઘણું મુશ્કેલ બને છે.
ત્યારે ગરુડને બચાવવા માટે આ રોડ પર તેમણે ગાડી ઉભી રાખી અને નીચે ઉતાર્યા હતા. પરંતુ પશુ પક્ષી માટેની સંવેદનશીલતા તેના માટે જીવલેણ સાબિત થઈ હતી. ઘટનામાં અમર મનીષ જરીવાલ અને ડ્રાઈવર શ્યામ સુંદર કામતનું મોત નીપજ્યું હતું. ઘટનાના સીસ્ટીવી ફૂટેજ સામે આવતા વર્લી પોલીસ સ્ટેશનની પોલીસે ટક્કર મારનાર ટેક્સી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.