સતત ચોથા દિવસે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, વહેલી સવારથી આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

Weather

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠી જેવા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે આજે ફરી અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે વરસાદ પડ્યો હતો સાથે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાયા હતા.

અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સાવરકુંડલાના વીજપડી ગામમાં મેઘરાજા ખુબ વરસ્યા હતા. સાવરકુંડલામાં આજે અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઘણા વિસ્તારોના રોડ રસ્તા તેમજ શેરીઓમાં પાણી જોવા મળ્યું હતું. વીજપડી સહિત હાડીડા, દાઢીયા અને આસપાસના ઘણા ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાક ખેડૂતો વાવણી શરૂ કરવાની તૈયારીમાં છે. અમરેલીના કેટલાક તાલુકામા છેલ્લા 4 દિવસ થી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. શરૂઆતમાં જ ધોધમાર વરસાદ ના કારણે ખેડૂતોને આ વર્ષ સારું જશે તેવી આશા છે. સાવરકુંડલા ઉપરાંત અમરેલી જિલ્લાના ધરી, કુંકાવાવ, લાઠી અને બાબરા તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ સાથે ઘણા જિલ્લાઓમાં ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા. આ સાથે ઘણા વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાઈ રથયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસશે તેવી સંભાવના છે. ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં આગામી બે દિવસમાં વરસાદ ખાબકશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ગઈકાલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં રાત્રે વરસાદ પડ્યો હતો. આ સાથે જૂનાગઢ ના વિસાવદર અને ભાવનગરના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.