ચૂંટણી પહેલા આપમાં મોટી હલચલ, ગોપાલ ઈટાલીયા સિવાય તમામ આપના હોદ્દેદારોને પદ પરથી દૂર કરાયા

Gujarat

દેશભરમાં ચૂંટણી પહેલાં પાર્ટીઓ દ્વારા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ થવા લાગતી હોય છે. જુદી જુદી પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે વ્યૂહરચના તૈયાર કરતી હોય છે. આ સાથે જ પાર્ટી દ્વારા મોરચા પણ કાઢવામાં આવતા હોય છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમા ગોપાલ ઇટાલીયા સિવાય AAP ના તમામ હોદ્દેદારોને હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે ટૂંક સમયમાં નવા સંગઠનની જાહેરાત થશે. એવું લાગી રહ્યું છે કે ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે AAP નવી રણનીતિ ઘડવા જઈ રહ્યું છે. આપ દ્વારા ગોપાલ ઇટાલીયા સિવાયના તમામ હોદ્દેદારોને હટાવવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા જ AAP દ્વારા નગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પ્રદેશનું માળખું સમાપ્ત કરી દેવાયું છે. આ મામલે ખુદ આપ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે ‘આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર તથા સલામ! નવા માળખા સાથે આગળ વધીશું. ગુજરાતમાં પરિવર્તન જરુરથી આવીશું.’

ઉપરાંત આ મામલે આ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું છે કે ‘માનનીય અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ લેવાયેલા નિર્ણય મુજબ આપણા સંગઠનને વિખેરી નાખવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. પ્રમુખ સિવાય ગુજરાતનું આખું માળખું બરખાસ્ત કરવામાં આવ્યું છે. ભાજપને હરાવી શકે એવું સંગઠન બનાવવામાં આવશે. હવે એક નવું વિશાળ માળખુ, નવી તાકાતવાળું માળખુ આદમી પાર્ટીની ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને પૂરજોશ ઝુનુનથી અમલમાં મૂકી શકાય એવું સંગઠન તૈયાર કરીશું.’

ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે દરેક પાર્ટી રેલીનું આયોજન કરી રહી છે તથા ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના બનાવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલાં AAP દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે નવી રણનીતિ ઘડવા જઈ રહ્યું છે. ત્યારે આપ ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રદેશ પ્રમુખ સિવાય તમામ મુદ્દાઓને બરખાસ્ત કરવામાં આવ્યા છે. ત્યારે ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.