ભારત પર એક વિવાદને કારણે આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાત, દિલ્હી અને મુંબઈ આતંકવાદીઓના નિશાના પર છે. ત્યારે દેશની સુરક્ષા એન્જસી એલર્ટ થઇ ગઈ છે. દેશને આતંકી હુમલાથી બચાવવા માટે સૌરાષ્ટ્રના મુખ્ય બે મંદિરો એવા દ્વારિકા અને સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
ભગવસન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. આ મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ હોય છે. મોટી સંખ્યામાં અહીં જનમેદની ઉમટી રહે છે. એવામાં આતંકવાદીઓ સૌરાષ્ટ્રના આ મુખ્ય બે મંદિરો પર હુમલો કરી શકે છે. જેથી આ મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના આ મુખ્ય બે મંદિરો પર આતંકવાદી હુમલાનો ખતરો વધારે રહે છે. ત્યારે સુરક્ષા એજન્સી એલર્ટ થઇ ગઈ છે. આ સાથે જ બે મોરચે કામ કરવાનું શરૂ કરી દીધું છે. એક તો દેશની આંતરિક સુરક્ષા અને બીજી તરફ આતંકી હુમલાથી દેશને બચાવવો. મંદિરની સુરક્ષા તો વધારવામાં આવી જ છે પરંતુ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રના આ મુખ્ય બે મંદિરો દ્વારિકા અને સોમનાથ સિવાય શામળાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ અમદાવાદમાં રથયાત્રાનું આયોજન થવાનું છે. ત્યારે પોલીસે જનમેદની વચ્ચે સુરક્ષા માટે ફૂલ તૈયારી કરી લીધી છે. આ સાથે જ રથયાત્રાની પુરી સુરક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રથયાત્રમાં લાખોની સંખ્યામાં ભીડ હોવાથી પોલીસે સુરક્ષા માટે કમર કસી લીધી છે.