મુંબઈથી ગુજરાત તરફ આગળ વધ્યું ચોમાસુ, બસ ગણતરીના સમયમાં વિધિવત રીતે ગુજરાત પહોંચશે ચોમાસુ

Weather

દેશ ભરમાં ટૂંક જ સમયમાં સત્તાવાર ચોમાસો સક્રિય થઇ જશે. ત્યારે ચોમાસુ મજબૂત થવાની સાથે સાથે ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે હવે મુંબઈમાં પણ ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે ગુજરાતમાં વરસાદ પહોંચે તેની ઘડીઓ ગણાઈ રહી છે. સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે તે અંગે આગાહી કરવામાં આવી છે. ગત 29 મેં ના રોજ કેરળમાં ચોઆમસનું આગમન થઇ ગયું હતું. જો કે ત્યારબાદ ચોમાસાએ બ્રેક મારી હતી. ત્યારે 11 જૂને ચોમાસાએ વેગ પકડતા મુંબઈમાં સત્તાવાર ચોમાસુ પહોંચી ગયું છે. ત્યારે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યારે મુંબઈ બાદ હવે ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે એકાદ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. એટલે કે હવે ટૂંક સમયમાં રાજ્યમાં સત્તાવાર ચોમાસાનું આગમન થશે.

રાજ્યમાં સૌ પ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થશે. જે બાદ ચોમાસુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધશે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી વિસ્તારોમાં હવામાનનમાં પલટો આવ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાના આગમન પહેલા જ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણનો મિજાજ બદલાતા હાલ વરસાદની શક્યતા છે. જયારે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યના રાજકોટ, જૂનગાઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારિકા, ગીર સોમનાથ, બોટાદ સહીત કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે.

બીજી તરફ વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ અને અમદાવાદ તથા આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે. તો કચ્છમાં પણ કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. જો કે ગુજરાતના મોટાભગના વિસ્તારોમાં હાલ ચોમાસા પહેલાનો વરસાદ પડી રહ્યો છે. જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગમિપંચ દિવસ વરસાદ પડવાની શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં ટૂંક સમયમાં વાવણી લાયક વરસાદ થાય તેવી પણ શક્યતા છે. જયારે અમુક વિસ્તારોમાં વાવણી માટે રાહ જોવી પડશે. હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.