હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે વલસાડના દરિયામાં કારણે જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુપણ રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે તિથલના દરિયામાં કારણે જોવા મળ્યો છે.
તિથલ ચોપાટીએ 12 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડના દરિયામાં તોફાની મોજાની સાથે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉપરાંત રવિવારની રજામાં મોટી સંખ્યામાં દરિયાકાંઠે ફરવાળા લોકો પણ દેખાઈ આવ્યા છે.
દરિયામાં કરંટ હોવા છતાંપણ પ્રવાસીઓ જીવન જોખમે નાહવાની મજા માણી રહ્યા હતા. હાલ તિથલ દરિયા કિનારે પ્રવાસીઓની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી. ત્યારે ચોમાસામાં કોઈ મોટી દુર્ઘના ન સર્જાય તે માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા માટે પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે. હાલ વલસાડના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વાતાવરણનો મિજાજ બદલાતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે વલસાડનો તિથલ દરિયો ગાંડાતૂર બન્યો છે. જેમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે વરસાદના મંડાણ શરૂ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓ આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા છે.
દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે. હાલ ચોમાસુ મુંબઈ પહોંચી ગયું છે. ત્યારે એકાદ દિવસમાં ચોમાસુ ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. આ વચ્ચે વલસાડનો તિથલ દરિયો ગાંડાતૂર બનતા વરસાદના મંડાણ દેખાઈ રહ્યા છે.