દ્વારકા દર્શને જઈ રહેલા લોકોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 10 લોકો ગંભીર રીતે ઘાયલ

Gujarat

રાજ્યમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવતા હોય છે. વાહનોને કારણે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરલાથી પહોંચી શકીએ છીએ. પરંતુ કેટલીકવાર એ વાહનો જ આપણા માટે સંકટ રૂપ સાબિત થાય છે. ત્યારે હાલ ગુજરાતમાંથી એક ગમખ્વાર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જે બસ અને ટાવેરા વચ્ચે સર્જાયો છે.

આ ગમખ્વાર અકસ્માત જૂનાગઢ માંગરોળ ગળુ રોડ પર સર્જાયો છે. બસ અને ટાવેરા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ટાવેરામાં સવાર લોકો સોમનાથ દર્શન કરીને દ્વારિકા જઈ રહ્યા હતા. આ દરમિયાન માંગરોળ નજીક તેમને અકસ્માત નડ્યો હતો.

વેકેશનનો સમયગાળો હોવાથી લોકો ફરવા જતા હોય છે કે દેવ દર્શને જતા હોય છે. ત્યારે ટાવેરામાં સવાર દસ લોકો યાત્રા પર નીકળ્યા હતા. ત્યારે તેમણે સોમનાથ દર્શન કરીને દ્વારિકા દર્શનાર્થે જવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન માંગરોળ રોડ પરથી પસાર થતી વખતે ટાવેરા ગાડી બસ સાથે ધડાકેભેર અથડાઈ હતી.

અક્સમાતમાં કેટલીકવાર જાનહાની પણ થતી હોય છે. પરંતુ સોમનાથ દાદા અને દ્વારિકાધીશના આશીર્વાદથી જાનહાની થઇ નથી. જો કે બસ અને ટાવેરા વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા ટાવેરામાં સવાર 10 લોકો ઘાયલ થયા છે. જેથી ઇજાગ્રસને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.