કોંગ્રેસના મહિલા નેતાના પુત્રએ કરી આત્મહત્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

India

દેશ ભરમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સા સામે આવતા હોય છે. જે ખુબજ ચોંકાવનારા હોય છે. ત્યારે હાલ આત્મહત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેણે સૌને હચમચાવી દીધા છે. કોંગ્રેસ નેતાના 21 વર્ષના પુત્રએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. આત્મ હત્યાનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

આ કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે. રાજસ્થાનના ઉદયપુરમાં જિલ્લા પરિષદ સભ્ય અને કોંગ્રેસના નેતા એવા કામિની ગુર્જરના 21 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી લીધી. PUBG એ 21 વર્ષીય પ્રથમ ગુર્જરનો જીવ લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગેમમાં ચેલેન્જ પુરી ન કરી શકવાને કારણે પ્રથમે જીવન ટૂંકાવી દીધું.

પોલીસના કહેવા પ્રમાણે પ્રથમના પરિવાર જનોએ જણાવ્યું હતું કે તે માનસિક તણાવમાં નહોતો. જો કે તેમણે એ વાતનો ખુલાસો કર્યો હતો કે પ્રથમ મોબાઈલ પર વધુ ગેમ રમતો હતો. જેથી તેણે ગેમને કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે આ અંગે વધારે તપાસ ચાલુ છે.

હિરણમગરી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર લક્ષ્મણ સિંહે આ અંગે કહ્યું હતું કે, પ્રથમના પરિવાર જનોએ જણાવ્યું છે કે પ્રથમ જમીને રાત્રે તેના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો. સવારે 4 વાગ્યે તેની દાદીએ પ્રથમને વોશરૂમ જતા પણ જોયો હતો. શનિવારે સવારે 8 વાગ્યે ગાર્ડનમાં છોડને પાણી પીવડાવતા-પીવડાવતા પિતાની નજર જ્યારે રૂમમાં ગઈ તો તેમના હોશ ઉડી ગયા. રૂમમાં પ્રથમની બોડી લટકેલી પડી હતી.

પ્રથમના પિતાએ આ જોઈને તુરંત જ ભાડુઆતની મદદથી રૂમનો દરવાજો તોડ્યો. આ દરમિયાન પ્રથમની બોડી ગેટ પર લાગેલા હેંગર સાથે દોરડાથી લટકેલી હતી. ત્યારે આ મામલે પોલીસે જણાવ્યું છે કે પ્રથમનો ફોન હાલ લોક છે. પરંતુ તેમના પરિવારે કોઈના પર શંકા વ્યક્ત ન કરતા પ્રાથમિક તપાસમાં મોંબાઇલમાં ગેમ રમવાને કારણે પ્રથમે આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.