આપણી સામે આવર નવાર પ્રેમ સંબંધોને કારણે ભાગી જવાના કિસ્સાઓ આવતા હોય છે. પરંતુ આ પ્રેમ સંબંધોમાં કેટલીકવાર એવો દુઃખદ અંત આવતો હોય છે. જેની ક્યારેય કલ્પના પણ ના કરી હોય. ત્યારે હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી લગ્નના એક મહિના બાદ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. પરંતુ પ્રેમ સંબંધનો કરું અંત આવ્યો.
આ કિસ્સો બહારના વૈશાલી જિલ્લાનો છે. જ્યાં અફસલપુર ગામની રહેવાસી કાજલ બેલસરને તેના જ ગામના રાજેશ સાહની સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી આ સંબંધ તેમના પરિવારજનોને સ્વીકાર્ય નહોતો. જેથી કાજલના પિતાએ પોતાની દીકરી કાજલના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દીધા હતા.
પરિવારના કહેવાથી કાજલે બીજા યુવક સાથે લગ્ન કરી લીધા. પરંતુ તેને આ લગ્ન મંજુર નહોતા. જેથી તે લગ્ન બાદ પણ પોતાના પ્રેમી રાજેશના સંપર્કમાં રહેતી હતી. લગ્નના થોડા જ દિવસમાં કાજલ પોતાની નવી દુનિયા શરૂ કરવાના ઇરાદે સાસરિયામાંથી ભાગી ગઈ હતી. ત્યારબાદ તેને રાજેશ સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા.
લગ્ન કર્યા બાદ થોડા સમય માટે કાજલ અને રાજેશ ઘરેથી દૂર રહ્યા. ત્યારબાદ જૂન મહિનામાં રાજેશ કાજલને પોતાના ઘરે લઇ આવ્યો. પરંતુ આંતરજાતીય લગ્નને કારણે રાજેશના પરિવારજનોએ કાજલને અપનાવવાની ના પડી દીધી. જો કે ત્યારબાદ સમજાવટ કર્યા બાદ રાજેશના પરિવારજનોએ કાજલને સ્વીકારી લીધી.
કાજલ અને રાજેશ તેના ઘરે સાથે રહેવા લાગ્યા. ત્યારે કાજલના પિતા તેને સાસરિયામાં મળવા માટે આવ્યા હતા. પરંતુ કાજલના સાસરિયા વાળાએ તેને માર માર્યો હતો. જે વાત પંચાયત સુધી પણ પહોંચી ગઈ હતી અને સમાધાન કરવામાં આવ્યું હતું. જો તેના બે દિવસ બાદ કાજલની હત્યા કરીને સાસરિયાવાળા ભાગી ગયા ગત.
આ ઘટના અંગે જાણ થતા પડોશીએ પોલીસને જાણ કરી હતી. ત્યારે કાજલના પિતા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ અંગે એસએચઓ સુનિલ કુમારના જણાવ્યા અનુસાર કાજલના સાસરિયા પક્ષના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ કાજલનો પતિ રાજેશ સહાની હજુ પણ ફરાર છે. જેની શોધખોળ શરૂ છે.