વહેલી સવારે રાજ્યના આ વિસ્તારમાં બે ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા

Weather

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ વરસાદને આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે આજે વહેલી સવારે સુરત, વલસાડ, નવસારી સહીત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા મેઘરાજાએ કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી મારી છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગત મોદી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ ખાબયો છે. આ સાથે જ લોકોને ભારે ગરમીમાંથી થોડી રાહત મળી છે. સુરતમાં વહેલો સવારે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વરાછા ઝોનમાં 46 મિમિ જેટલો વરસાદ થતા થેટ થેટ પાણી ભરાયા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી છે. વહેલી સવારે દક્ષીણ ગુજરાતમાં વરસાદ ખાબકતા ઉધના. પાંડેસરા અને વરાછા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા. શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ભારે વરસાદને કારણે રસ્તા પર નદી જેમ પાણી વહેવા લાગ્યા હતા.

સુરતના લીંબાયત, મીઠી ખાડી, ભાઠેના ઉધના, પાંડેસરા અને વરાછામાં વરસાદને કારણે પાણી ભરાયા છે. દશીં ગુજરાતમાં રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. આ સાથે જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોને તરબતોળ કર્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે હજુ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.