મહીસાગરમાં વરસાદ બન્યો આફત, મહિલા પર વીજળી પડતાં કરૂણ મોત નિપજ્યું

Weather

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાના આગમન પહેલાં જ વરસાદ વરસી રહ્યો છે. હાલ નૈઋત્યનું ચોમાસુ મુંબઈ પ્હોંચી ગયું છે. ત્યારે ટુંક સમયમાં જ રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે પ્હોંચી જશે. પરંતુ એ પહેલા જ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે જેથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પરંતુ કેટલીક જગ્યાએ વરસાદ આફત રૂપી સાબિત થયો છે.

વરસાદ થતાં જ વીજળી પડવાની આફત રહે છે. ગઈ કાલે મહીસાગર જીલ્લામાં સાંજે 6 વાગ્યે ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આ વરસાદને કારણે ગોઠીબડા ગામમાં મહિલાનું વીજળી પડતાં કરૂણ મોત નિપજ્યું છે. આ સાથે જ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. વરસાદ થતાં લોકો ખુશ થયા હતા પરંતુ આ ઘટનાથી વરસાદની ખુશીમાં માતમ છવાયો છે.

વરસાદનું આગમન થતાં જ વીજળી પડવાના કિસ્સા સામે આવી થયા છે. ત્યારે લુણાવાડામાં પણ વીજળી પડતા બે પશુના મોત નીપજ્યા છે. મહીસાગરના ગોઠીબડા ગામના 42 વર્ષીય શિવિબેન ભારે વરસાદ વરસતા ભેંસને ઘરમાં લાવવા માટે બહાર નીકળ્યા હતા. આ દરમિયાન અચાનકથી વીજળી માથે પડતાં તેઓ ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા.

જો કે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.જેથી વરસાદ થવાની ખુશી વચ્ચે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારે બીજી તરફ મોરબીના હળવદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા દીવાલ ધરાશયી થઈ હતી. આ દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના સમાચાર સામે આવ્યા છે.

રાજ્યભરમા મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે રવિવારે સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો આગામી ચાર દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.