વૃદ્ધ મહિલાની રડાવી દે તેવી પ્રેમ કહાની, અનોખી પ્રેમ કહાની સાંભળીને તમે પણ કહેશો કે પ્રેમ ક્યારેય મરતો નથી

Story

પ્રેમ અને પ્રેમીની અનેક વાતો તમે સાંભળી હશે, જોઇ હશે અને અનુભવી હશે. પ્રેમની વાર્તાઓ વિશ્વના દરેક ખૂણામાં અસ્તિત્વમાં છે. ત્યારે કેટલીક એવી લવ સ્ટોરીઝ છે જે વાંચીને આંખોમાં હર્ષના આંસુ આવી જાય છે. આવી જ એક લવ સ્ટોરી લંડનમાંથી સામે આવી છે. જે લંડન અંડરગ્રાઉન્ડ સ્ટેશનથી મુસાફરી કરતા લોકો રોજ જુએ છે. અહીં રોજ એક વૃદ્ધ મહિલા આવે છે. જેની કહાની તમને રડાવી દેશે.

કહેવાય છે ને કે પ્રેમ ક્યારેય મરતો નથી. જો પ્રેમ સાચો હોય તો વૃદ્ધા વસ્થામાં તો શું પણ મૃત્યુ પછી પણ જીવાત રહે છે. ત્યારે આવી જ કહાની છે આ વૃદ્ધ મહિલાની. જે દરરોજ રેલવે સ્ટેશન પર આવે તો છે. પરંતુ ટ્રેનમાં ચઢવા માટે નહીં. પોતાના મૃત પતિનો અવાજ સાંભળવા માટે આવે છે. આ કહાની લોકોને ભાવુક કરનારી છે.

માર્ગારેટ મેકકોલમ નામની આ મહિલાના પતિ ઓસ્વાલ્ડ લોરેન્સનું વર્ષ 2007માં અવસાન થયું હતું. લંડન અંડરગ્રાઉન્ડ સ્ટેશનો પર માઇન્ડ ધ ગેપ જાહેરાત સાંભળવા મળે છે. જે આ વૃદ્ધ મહિલાના પતિએ કરી હતી. 1950માં રેકોર્ડ કરવામાં આવેલી આ જાહેરાત યાત્રીઓ દરરોજ સાંભળે છે. ત્યારે આ મહિલા પોતાના પતિનો અવાજ સાંભળવા દરરોજ અહી આવે છે અને તે સાથે છે તેવી અનુભૂતિ કરે છે.

સ્ટેશન પર આવતા જતા મુસાફરો માટે આ વાક્ય માટે એક જાહેરાત સ્વરૂપે છે. પરંતુ આ વૃદ્ધ મહિલા માટે તે પોતાના પતિનો અવાજ તો છે જ પરંતુ તેનો પ્રેમની પણ વૃદ્ધાને આ અવાજમાં અનુભૂતી થાય છે. વૃદ્ધ મહિલા આ અવાજ જે અન્ય લોકો માટે જાહેરાત છે તે સાંભળીને પોતાના પતિ હજુ પણ જીવિત છે અને આસપાસ છે તેવું અનુભવે છે. તે દરરોજ રેલવે સ્ટેશન આવે છે.

મહિલાના પતિ લોરન્સનું વર્ષ 2007 માં અવસાન થઈ ગયું હતું. દરરોજ રેલવે સ્ટેશન પર મહિલાના પતિ જાહેરાત કરે તેનો અવાજ સંભળાતો હતો. પરંતુ 1 નવેમ્બર 2012ના રોજ મહિલાને તેના પતિનો અવાજ સંભળાયો નહિ. જેથી તેણે ટીએફએલનો સંપર્ક કર્યો હતો. ત્યારે મહિલાની આખી વાત સાંભળ્યા બાદ ટીએફએલે મહિલા માટે માટે એક સીડીની વ્યવસ્થા કરી હતી.

લંડન અંડરગ્રાઉન્ડ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર મહિલાની વાત સાંભળીને અને તેમનો પ્રેમ જોઈને બધાના દિલ ભરાઇ ગયા હતા. જેથી વૃદ્ધ મહિલાની કહાની સાંભળી બધાએ તેમને મદદ કરવાનું નક્કી કર્યું. જૂની ટેપ્સ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જે બાદ કામદારોએ ટ્રેન રવાના થાય તે પહેલાં ત્રણ વખત લોરેન્સના અવાજની જાહેરાત વગાડવાનું નક્કી કર્યું. મહિલા દરરોજ આ જાહેરાતમાં પોતાના પતિનો અવાજ સાંભળવા માટે આવે છે.

Leave a Reply

Your email address will not be published.