મેઘરાજાની સવારી અમદાવાદ પહોંચી, હવે ટૂંક સમયમાં રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે શરૂ થશે

Weather

રાજ્યના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો આવતો છે. જેથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી, ભાવનગર અને જૂનાગઢના ગણ્યા ગાંઠયા ગામડાઓમાં તો વાવણી લાયક વરસાદ વરસ્યો છે. ત્યારે હવે ટૂંક જ સમયમાં રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે શરૂ થાય તેવી શક્યતા છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે મેઘરાજાની સવારી અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદમાં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો છે. બાપુનગર સહિત કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી થયો છે. વરસાદને પગલે ચારે કોર ઠંડક પ્રસરી જવા પામી હતી.

શહેરના પાલડી, એલિસબ્રિજ, નારણપુરા, સાઉથ બોપલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. આ સાથે જ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. વરસાદને કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે. જો કે રાજ્યમાં હજુ પણ બફારો યથાવત રહેશે.

ગત 31 મે ના રોજ કેરળમાં ચોમાસાની વિધિવત શરૃઆત થયા બાદ ચોમાસાએ બ્રેક મારી હતી. ત્યારે હવે ચોમાસુ આગળ વધીને મહારાષ્ટ્રની બોર્ડર સુધી આવી ગયું છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ચોમાસુ વિધિવત રીતે દક્ષિણ ગુજરાતમાં અને 15 મી જુન સુધીમાં સુરત શહેરમાં પહોંચી શકે છે.

ચોમાસાના આગમનના સમાચારથી ખેડુતોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે. આ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે કે દક્ષિણ-પશ્રિમ ચોમાસુ આજે મધ્ય મહારાષ્ટ્રથી આગળ વધી રહ્યુ છે. આથી ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ હોવાથી આગામી 48 કલાકમાં ચોમાસુ વિધિવત રીતે ગુજરાતમાં શરૂ થશે. સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થશે જે બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published.