લોરેન્સ બિશ્નોઇ ગેંગના એક શખ્સની ગુજરાતમાંથી ધરપકડ, સલમાન ખાનને આપેલી ધમકીનુ રાજ ખુલવાની શક્યતા

India

સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે તપાસ ચાલી રહી છે. ત્યારે પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવલાની હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ હત્યામાં સંડોવાયેલા બિશનોઈ ગેંગના સંતોષ જાદવની મહારાષ્ટ્ર પોલીસે ગુજરાતમાં કચ્છ માંથી ધરપકડ કરી છે. પૂણે પોલીસે લોરેન્સ બિશનોઇ ગેંગના સંતોષ જાદવ અને નવનાથ સૂર્યવંશીને મોડી રાત્રે કોર્ટમાં હાજર કરતા 20 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જાણીતા પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલ લોરેન્સ બિશનોઈ ગેંગના સંતોષની ધરપકડ કરતા હવે સલમાન ખાનને આપવામાં આવેલી ધમકીનું રહસ્ય પણ ખુલી શકે છે. આ સાથે સિદ્ધુ મુસેવાલની હત્યાની ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો તે પણ ક્લિયર થઈ શકે છે. પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ SIT ની રચના કરી હતી. ત્યારે કાલે રાત્રે પકડેલા બે આરોપી સહિત 10 ની ધરપકડ કરવામાં આવી છે.

બિશનોઇ ગેંગના સંતોષ જાદવની કચ્છમાંથી પૂણે પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ બાબતે કચ્છ પશ્ચિમ પોલીસના વડા સૌરભ સિંઘે જણાવ્યું છે કે અમને પણ મીડિયા દ્વારા આ વાતની જાણ થઈ છે કે સંતોષ જાદવની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે.કારણ કે કચ્છ પશ્ચિમ કે પૂર્વમાં ધરપકડ કર્યાની બહારની એજન્સીએ જાણ કરી હોય તેવી માહિતી સામે આવી નથી. પરંતુ પોલીસને આ સમગ્ર મામલે તપાસ કરવા કહ્યું છે.

લોરેન્સ બિશનોઈ ગેંગના સંતોષ જાદવની વાત કરીએ તો તેના લગ્ન થઈ ગયાં છે અને એક દીકરી પણ છે. ત્યારે સંતોષ જાદવે વર્ષ 2021મા ઓમકાર બાંખલેની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારે ફરી એકવાર સિદ્ધુ મુસેવલા હત્યા કેસમાં સંતોષનું નામ સામે આવ્યું છે. તપાસ ટીમનું માનવું છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંતોષ જાદવ શાર્પ શૂટર હતો. જો કે આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.