રાજ્યમા આ તારીખથી વરસાદ ભુક્કા બોલાવશે, વાતાવરણનો મિજાજ બદલાતા વરસાદના મંડાણ શરુ થયા

Weather

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. જો કે હાલ ચોમાસા પહેલાનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે એક મીડિયા અહેવાલ અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે. છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 91 જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

નવા અપડેટ મુજબ અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થઇ ગયું છે. ત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં અમરેલીના ગ્રામ્ય વિસ્તારો, ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારો, જૂનાગઢના છૂટાછવાયા સ્થળોએ તથા અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વાપીમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થયો છે.

હાલ ગુજરાતમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ તોફાની પવન ફૂંકાઈ તેવી પણ શક્યતા છે. ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ગુજરાતના તિથલ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આ સાથે જ 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા.

નૈઋત્યનું ચોમાસું કેરળથી આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. ત્યારે મુંબઈ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે. હાલ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, ભરૂચ તેમજ સુરત અને વલસાડ વિસ્તારોમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે કચ્છમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. એક મીડિયાના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલે વાતાવરણમાં પલટો આવશે. આ સાથે વરસાદ થાય તેવી શક્યતા છે. ચોમાસાના વરસાદના મંડાણ દેખાઇ રહ્યા છે ત્યારે વાવણી લાયક વરસાદ થતા થોડો સમય લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published.