ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, આગામી 24 કલાક આ વિસ્તારમાં વસાદની આગાહી

Weather

રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યા છે. ત્યારે જગતનો તાત જેની કાગડોળે રાહ જોઈ તે નૈઋત્યનું ચોમાસુ આગળ વધીને ગુજરાતમાં પહોંચી ગયું છે. ચોમાસાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડમાં વરસાદ વરસ્યો છે. એક મીડિયા અહેવાલના જણાવ્યા અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 17 જૂનથી ફરીથી વરસાદ આવશે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન ખાતાએ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ભારે વરસાદ અંગે કોઈ સંભાવના નથી. પરંતુ થન્ડર સ્ટોર્મને કારણે આગામી 24 કલાક છૂટો છવાયો વરસાદ રહેશે.

ઉલેલ્ખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટી હતી. જેથી પ્રિ મોન્સૂન વરસાદ એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ પહોંચી ગયું છે. જેથી દક્ષિણ ગુજરાતના સુરત સહિતના વિસ્તારમાં ચોમાસાનો વરસાદ વસ્યો છે. ત્યારે ચોમાસાના આગમનથી જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે.

છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વીસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા સસ્તા પર પાણી વહેતા થયા છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો કેટલીક જગ્યાએ વાવણી પણ શરૂ થઇ ગઈ છે. રાજ્યમાં વરસાદ થતા લોકોએ ગરમીમાંથી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published.