ચોમાસુ પવન આવતા તિથલનો દરિયો તોફાની બન્યો, દરિયાકાંઠે પોલીસ તૈનાત કરાઈ

Weather

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે વલસાડનો તિથલ દરિયો ગાંડાતૂર બન્યો છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તો ઊંચા મોજા પણ ઉછાળી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વસાદનો તિથલ દરિયો તોફાની બન્યો છે. દરિયામાં આજે કારણે જોવા મળ્યો છે.

હાલ પૂનમની ભરતીને લઈને તિથલ દરિયો 20 ફૂટ જેટલો ઉપર આવ્યો છે. ઊંચા મોજા ઉછાળી રહ્યા છે ત્યારે કિનારાના સ્ટોલ ધારકોને પણ નુકસાન થયું છે. તો તોફાની પવન ફૂંકાતા ગ્રીન નેટથી બનાવવામાં આવેલા શેડ પણ તૂટી ગયા. હાલ તિથલ દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વલસાડનો તિથલ દરિયો ભરતીને કારણે તોફાની બનતા લોકોને દરિયાની નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે. વલસાડનો તિથલ દરિયો ભરતીને કારણે તોફાની બન્યો છે. ત્યારે દરિયાના પાણી કિનારે થપાટ મારી રહ્યા છે. ત્યારે કિનારાના સ્ટોલ તૂટી જતા સ્થાનિક લોકોને પણ ચોક્કસ નુકસાન થયું હોવાની શક્યતા છે.

દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે સ્થાનિક લોકોને ઘણું નુકસાન થયું હશે. હાલ દરિયા કિનારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈને અંદર જવા દેવામાં નથી આવતા. દરિયામાં ભરતી છે સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે ત્યારે લોકો ત્યારે કેટલાક લોકો સેલ્ફી લેવા માટે નજીક જઈ રહ્યા છે તેઓ દરિયાથી દૂર રહે તે ખુબ જરૂરી છે.

સ્થાનિકો લોકોના જણાવ્યા અનુસાર આ ભરતી ખુબજ ભયાનક છે. દરિયો તોફાની બન્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ પહેલીવાર દરિયાનું આવું સ્વરૂપ જોઈ રહ્યા છે. તિથલ દરિયો ગાંડાતૂર બન્યો છે ત્યારે લોકો દરિયા નજીક જાય તો મોજા સાથે ઘસડાઈને તણાય તેવી પણ શક્યતા છે.

રાજ્યમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. રાજ્યમાં ચોમાસાના આગમનની સાથે જ આજે દરિયો તોફાની બન્યો છે. વલસાડના તિથલ દરિયામાં આજે કારણે જોવા મળ્યો છે. પૂનમની ભરતીને કારણે દરિયો ગાંડાતૂર બન્યો છે ત્યારે લોકોને દરિયાની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.