દેશ ભરમાં હનુમાન દાદાના ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદરીમાં ભક્તો હનુમાનજીના દર્શન માટે પહોંચી જાય છે અને દર્શનનો લાભ ઉઠાવે છે. બોટાદ જિલ્લાના સારંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી બિરાજે છે. આ વિશ્વ વિખ્યાત દાદાના ધામમાં મંગળવાર અને પૂનમના દિવસે કષ્ટભંજન દાદાને દિવ્ય વાઘા ફેરવવામાં આવ્યા છે. જે મનમોહક છે.
દેશ વિદેશમાં વસતા ભક્તોએ દાદાના શણગારના ઓનલાઇન દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. પૂનમના રોજ દાદાને દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા. આ સાથે જ સિંહાસનને ફૂલોનો શણગાર સજાવવામાં આવ્યો. ત્યારે આ આહલાદ્ક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરમાં સવારે સાત વાગ્યે આરતી કરવામાં આવી હતી.
મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ સાંજે 5:30 કલાકે દાદાને ભવ્ય કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. હવે દિવ્ય ષોડશોપચાર પૂજન અર્ચન અને પુષ્પાભિષેક કર્યા બાદ સાંજે સાત કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે. દાદાને દિવ્ય વાઘા પહેરાવી શણગારવામાં આવ્યા છે. ત્યારે દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે.
સાળંગપુર દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી ભક્તો આવતા હોય છે. ત્યારે વિશ્વ વિખ્યાત કષ્ટભંજન હનુમાનજી દાદાને પૂનમે દિવ્ય વાઘ અને ફૂલોના સિંહાસન વડે શણગાર સજાવવામાં આવ્યો. ત્યારે દેશ વિદેશમાં વસતા દાદાના ભક્તોએ ઓનલાઇન દર્શન કરીને દાદાના દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી.