ગુજરાતમાં આ વિસ્તારમાં વરસાદ સાથે માછલીઓ વરસી, લોકો તો જોઈને દંગ જ રહી ગયા

Gujarat

રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાએ પધરામણી કરીને લોકોને ગરમીમાંથી છુટકારો આપ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વરસાદ સાથે માછલીઓ પડતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

રવિવાર મોદી રાત્રે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આ સાથે જ ઠંડો પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મીડિયાના જણાવ્યા અનુસાર ડીસાના ખેંટવા ગામે વરસાદનું આગમન થયુ હતું. આ સાથે જ વરસાદની સાથે આકાશમાંથી માછલીઓ પડવા લાગી હતી જે જોઈને લોકો દંગ રહી ગયા હતા.

મળતી માહિતી અનુસાર ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ દેસાઈના વરસાદ સાથે માછલી પડી હતી. વરસાદ સાથે મૃત માછલીઓ જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું. નવાઈની વાત તો એ છે કે આસપસમાં કોઈ તળાવ નથી છતાંપણ માછલીઓ દેખાઈ આવી હતી. ત્યારે માછલીઓ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

નૈઋત્યનું ચોમાસુ આગળ વધીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ત્યારે એક મીડિયા અહેવાલ અનુસાર ગુજરાતમાં 15 થી 20 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તો હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળાં છવાયા છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સાબરકાંઠાના તલોદ, મોઢુકા, લંઘાનમઠ, કઠવાડા ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, મહેસાણા સહિતના કેટલાક વિસરોમાં વરસાદ વરસ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો હતો. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યમાં 15 થી 20 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.