સુરતમાં જીવના જોખમે બ્રિજની પાળી પર બેસવાનો ટ્રેન્ડ, પળ ભરની મજા માટે મોતને આમંત્રણ

Gujarat

સુરત શહેરને બ્રિજ સીટી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઘણા બધા ફ્લાય ઓવર બ્રિજ આવેલા છે. તો તાપી પર પણ કેટલાક પુલ આવેલા છે. જેના પર ચાલવા કે બેસવા જતા હોય છે. ત્યારે તાપી નદી પર બનેલા નવા બ્રિજ પરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બ્રિજની પાળી પર બેસીને લોકો મજા માણતા જોવા મળે છે.

શહેરના આ બ્રિજની નદીથી સો ફૂટ ઊંચી પાળી પર જીવના જોખમે બેસવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે તંત્ર આ મામલે કાર્યવાહી કરે તે ખુબજ જ જરૂરી છે. લોકો બ્રિજ પર ગાડી પાર્ક કરીને બ્રિજની પાળી પર મિત્રો સાથે ગપ્પા મારી રહ્યા હોય તેવું વિડીયોમાં દેખાઈ આવે છે. ત્યારે જો બેદરકારીને પગલે કોઈ વ્યક્તિ પાળી પરથી સરકીને નદીમાં પડી જાય તો બચવું મુશ્કેલ છે.

બ્રિજની પાળી પર બેસીને લોકો મજા માણી રહ્યા છે. લોકો પળ ભરની મજા માટે મોતને નોટરી રહ્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર આ અંગે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું છે કે નદીના સ્તરથી બ્રિજની પાળી આશરે 100 ફૂટ ઊંચાઈએ છે. જો કોઈ વ્યક્તિ નદીમાં પડે તો તેનું બચવું મુશ્કેલ છે. વ્યક્તિના મોતના ચાન્સીસ વધી જાય છે.

ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે અત્યારે જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે ખરેખર ખુબજ ગંભીર બાબત છે. જો કોઈ આટલી ઊંચાઈથી નદીમાં પડી જાય તો તેનું બચવું મુશ્કેલ બની જાય છે. જો કોઈ તુરંત ફતાર વિભાગને કોલ કરે તો વ્યક્તિનો જીવ બચી શકે. પરંતુ ફાયર વિભાગની ટીમને પહોંચતા પાંચ મિનિટનો સમય લાગે. જો નદીમાં પાણી વધારે હોય તો પાંચ મિનિટમાં વ્યક્તિનું મોત થઇ શકે છે.

સુરતમાં મોટા વરાછાથી ચોપાટી સુધી નવો બ્રિજ બનેલો છે. ત્યારે હાલ આ બ્રિજની પાળી પર બેસવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવક યુવતીઓ વાહન બ્રિજ પર પાર્ક કરીને જીવના જોખમે પાળી પર બેસી રહ્યા છે અને મજા માણી રહ્યા છે. ત્યારે કેટલીકવાર સેલ્ફી લેવાના ચક્કરમાં દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે આ સાથે જ લોકો પણ બેદરકારી ના રાખે તે ખુબ જરૂરી છે.

મોટા વરાછાથી ચોપાટી સુધીના આ બ્રિજ પર યુવક યુવતીઓ બેઘડી પાળી પર બેસવાની મજા માણી રહ્યા છે. પરંતુ સહેજ બેદરકારી પણ જીવલેણ સાબિત થઇ શકે છે. મોટા ભાગે યુવક યુવતીઓ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. ત્યારે ઘડીવાર પણ બેધ્યાન થાય તો દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યારે તંત્ર યોગ્ય પાગલ કે અને જનતા સતર્ક થાય તે ખુબજ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.