દેશ ભરમાંથી કેટલીકવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે હચમહાવી દેતી હોય છે. ત્યારે હાલ અમદાવામાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં બ્રિજ પર ઓઇલ ઢોળાતા ઢગલાબંધ વાહનો સ્લીપ ખાઈ ગયા. આ દુર્ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજ્યમાં હાલ ચોમાસુ સરીય થયું છે. ત્યારે ચોમાસાની શરૂઆત થતા જ એક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદમાં ચંદ્રનગર વિસ્તારોમાં સાબરમતી નદી પર આવેલા બ્રિજ પર અનેક વાહનો સ્લીપ ખાઈ જતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ત્યારે આ ઘટના અંગે લોકોનું એવું મંતવ્ય સામે આવ્યું છે કે બ્રિજ પર ઓઇલ ઠોળાયું હોવાને કારણે વાહનો લપસી પડ્યા.
અમદાવાદના વાતાવરણમાં પલટો આવતા છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદ અને પાણી મિક્સ થવાને કારણે પણ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહી શકાય. આ બ્રિજ પરથી પસાર થયેલા ઢગલાબંધ વાહનો સ્લીપ ખાઈને પડી જતા થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. કેટલાક લોકો આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રિસરફેસ કર્યાના આરોપ લગાવી રહ્યા છે.
બ્રિજ પરથી પસાર થઇ રહેલા બાઈક ચાલકો અચાનકથી જ લપસી પડ્યા હતા. ત્યારે આ ઘટનામાં કેટલાક લોકોને ઇજા પણ થઇ છે. ત્યારે આ વિડીયો ટ્રાફિક પોલીસે પણ શેર કર્યો છે અને લોકોને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા કહ્યું છે. અમદાવાદમાં સર્જાયેલી આ ઘટનામાં ગંભીર ઇજા કે જાનહાની થઇ નથી.