રાજકોટમાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન, ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી રેલમછેલ

Weather

રાજ્યમાં મંગળવારે સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે. જો કે ચોમાસાના આગમન પેહલા જ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ ભારે વીજળી અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ખેતરો પાણી પાણી થઇ ગયા છે. તો શહેરમાં પણ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.

રાજકોટમાં મંગળાવરે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે સાંજ પડતા જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો હતો. શહેરના કેનાલ રોડ, 150 ફૂટ રિંગરોડ, રેસકોર્સ, કાલાવડ રોડ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ રોડ પર પાણી વહેતા થયા છે. તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

પડધરી પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી તરબતોળ થયા છે. રાજકોટના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચાર દિવસ સુધી વરસાદ વરસ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા પડધરીના ખેતરોમાં પાણી ભરાયા છે.

શહેરના યાજ્ઞિક રોડ પર વરસાદને કારણે દોઢ ફૂટ સુધી પાણી ભરાયા છે. તો રાજકોટના ગોંડલ પંથમાં પણ ભીમ અગિયારસથી જ મેઘરાજા મહેરબાન છે. ગોંડલમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેટલાક ગામડાઓમાં વાવણી કરી લેતા મંગળવારે ફરી વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.

નોંધનીય છે કે રાજકોટ શહેરમાં મંગળવારે પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકો પરેશાન થયા હતા. શહરેના મવડી વિસ્તારમાં તો દોઢ દોઢ ઇંચ સુધી પાણી ભરાયા હતા. તો ભારે વરસાદને પગલે લોકો નાહવા માટે બહાર નીકળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.