ડાયમંડ સીટી સુરતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજ્યું, લેબગ્રોન ડાયમંડની વિશ્વભરમાં માંગ

World

સુરતને ડાયમંડ સીટી તરીકે ઓળખવામાં આવે છે. સુરતનો ડાયમંડ બિઝનેસ એટલો વિકસિત છે જે લખો લોકોને રોજગારી પુરી પડે છે. ત્યારે આ ડાયમંડ સીટી સુરતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજ્યું. સુરતમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડની માંગ વિશ્વભરમાં વધી રહી છે. ત્યારે વિશ્વમાં સુરતની બોલબાલા થઇ રહી છે.

ડાયમંડ સીટી સુરતમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડમાંથી જવેલરી, મોબાઈલના કવર, ઘડિયાળ વગેરે બનાવવામાં આવે છે. ત્યારે દેશ વિદેશમાં લેબગ્રોન ડાયમંડની એસેસરીઝનો ટ્રેન્ડ વધી રહ્યો હોવાથી તેનું ઉત્પાદન વધી રહ્યું છે. લેબગ્રોન ડાયમંડમમાંથી બનતી જવેલરીની પણ વિશ્વભરમાં માંગ વધી રહી છે.

લેબગ્રોન ડાયમંડ અને ગોલ્ડમાંથી મોબાઈલના કવર અને બોડી બનાવવામાં આવે છે. જેની કિંમત બે લાખથી અઢી લાખ જેટલી હોય છે. જેમાં એક હાજર લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ થાય છે. જો કે નેચરલ ડાયમંડમાં આટલા જ હીરા સાથે મોબાઈલનું કવર બનાવવામાં આવે છે. પરંતુ તે બનાવવા માટે 10 લાખ સુધીનો ખર્ચ થાય છે. જેથી વિશ્વ ભરમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે.

લેબગ્રોન ડાયમંડમાંથી ઘડિયાળ, મોબાઈલના કવર, ચશ્મા વગેરે બનાવવામાં આવે છે. હાલ તો લેબગ્રોન ડાયમંડમાંથી બનતી એસેસરીઝ માત્ર સુરતમાં જ બની રહી છે. જેને વિદેશમાં એક્ષ્પોર્ટ કરવામાં આવે છે. આ સાથે જ ડોમેસ્ટિક માર્કેટમાં સાઉથના રાજ્ય, મુંબઈ અને રાજસ્થનમાં મોકલવામાં આવે છે.

લેબગ્રોન ડાયમંડને કારણે સુરતનું નામ વિશ્વભરમાં ગુંજ્યું છે. લેબગ્રોન ડાયમંડની મોટા ભાગની એસેસરીઝ અમેરિકામાં એક્ષ્પોર્ટ કરવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ એક્ષ્પોર્ટમાં માત્ર પાંચ વર્ષમાં 600 ગ્રોથ થયો છે. ત્યારે આ પરથી કહી શકાય કે આગામી એક વર્ષમાં 900 ટકાનો વધારો થશે.

અમેરિકા જેવા દેશોમાં યુવા વર્ગ નેચરલ ડાયમંડ કરતા લેબગ્રોન ડાયમંડ ખરીદવાનું વધારે પસંદ કરે છે. ત્યારે સુરતના લેબગ્રોન ડાયમંડનો વેપાર આગામી પાંચ વર્ષમાં અકલ્પનીય રીતે વધી શકે છે. ત્યારે ડાયમંડ યુનિટો વધુ શરુ થતા રોજગારીની તકો પણ વધશે. ત્યારે સરકાર પણ લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વિચારણા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.