સુરતની માથાભારે મીંડી ગેંગ સામે ગુજસિકોટનો ગુનો દાખલ કરાયો, એક પછી એક ગેંગ પર પોલીસની કાર્યવાહી

Gujarat

સુરત પોલીસે કુખ્યાત મીંડી ગેંગની ધરપકડ કરીને લાલ આંખ બતાવી છે. શહેરના ભાગાતળાવ, નાનપુરા અને કાદરશાની નાળની માથાભારે મીંડી ગેંગની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ સાથે માથાભારે ગેંગ પર ગુસીટોકનું શસ્ત્ર ઉગામીને લાલ આંખ બતાવી છે. આ કુખ્યાત ગેંગની અથવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મીંડી ગેંગ છેલ્લા બે દાયકાથી આતંક મચાવી રહેતી હતી. ત્યારે આખરે અઠવા પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતી ગેંગની ધરપકડ કરી છે. ગુજસીટોક અંતર્ગત આ ગેંગ સામે પગલા લેવાઈ રહ્યા છે. આ ટોળકી અલગ અલગ વિસ્તારોમાં ઉપદ્રવ મચાવતી હતી. ત્યારે શહેરના કાયદા વ્યવસ્થા સામે પડકાર બનતી આ ટોળકીનો સફાયો કરવા ગુજસીટોક લગાવવામાં આવ્યો છે.

છેલ્લા બે દાયકથાથી આઈફા મીંડી અને તેની ગેંગ શહેરના ભાગળતળાવ, નાનપુરા અને કાદરશાન નાળ વિસ્તારમાં દાદાગીરી કરતી હતી. આ ટોળકી સામે હતા, લૂંટ, હત્યાની કોશિશ, ખંડણી, અપહરણ, મારામારી, ધમકી, હપ્તા વસૂલી સહિતના કેટલાય ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે પોલીસે આ ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે.

મીંડી ગેંગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 25 કરતા વધારે ગુનાઓ કરી ચૂકેલી આ ગેંગથી લોકો ત્રાસી ગયા છે. ત્યારે આ ટોળકીને ઠામવા અઠવા પીઆઇ ચૌધરીએ ગુજરાસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગેંગના લીડર ગુમારસુલ, જુનૈદ, યશા, માવિયા કુંભાર, અનર રંગરેજ અને મીંડી સહીત પાંચ લોકો સામે ગુનો નોંધાયો છે. જેમાં પાંચની ધરપકડ થઇ છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.