આઠ ફૂટ ઊંચા મોજા સાથે દક્ષિણ ગુજરાતના દરિયામાં ભારે કરંટ, અરબ સાગરમાં સર્જાયું ડિપ્રેશન

Weather

ચોમાસાની શરૂઆત થતા જ રાજ્યમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે એક મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ત્યારે સુરતના સુવાલી સારુદ્રમા જબરદસ્ત કરંટ જોવા મળ્યો છે. આ સાથે જ 8 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. ત્યારે દરિયો તોફાની બનતા સ્થાનિક લોકોને ઘણું નુકસાન થયું હોવાની સંભાવના છે. વરસાદી સિસ્ટરમને કારણે દરિયો ગાંડાતૂર બન્યો છે.

ચોમાસાની શરૂઆત થઇ છે. તો દરિયામાં કારણે જોવા મળવો સ્વવભાવિક છે. દરિયા કાંઠે મોજા ઉછાળીને પછડાટ મારી રહ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાનું એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન થતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે દરિયો તોફાની બનતા સ્થાનિક વિસ્તારમાંહી ખાણીપીણીની લારીઓ પણ દરિયામાં વહેતી થઇ છે. દરિયો ગાંડાતૂર બનતા લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. દરિયામાં મોજા ઉછળવાની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.