રાજ્યમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસી ગયું છે જેથી ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો રાજી થયા છે. વાવણી થતા ખેડૂતોએ જ કપાસ અને મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે.
રાજ્યમાં ગત 13 જૂનથી સત્તાવાર ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારિકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરીને વાવેતરના શ્રી ગણેશ કર્યા છે. ખેડૂતોએ વાવણી થતા જ કપાસ અને મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે.
ખેડૂતો મરઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આખરે મેઘરાજા મહેરબાન થયા છે. દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં વરસાદે બહબહાટી બોલાવી છે. ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓમા પૂર આવ્યા છે. તો વાવણી થઇ જતા જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે.
દેવભૂમિ દ્વારિકામાં ખંભાળિયા સાથે સાથે કલ્યાણપુર અને ભાણવર પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. કલ્યાણપૂર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. વાવણી લાયક વરસાદ થયક બાદ વરસાદે વિરામ લીધો હતો. ત્યાર વાવણી થઇ જતા ખેડૂતો રાજી થયા છે. ખેડૂતોએ આજે બળદોને કુમકુમ તિલક કરીને વાવણીના શ્રી ગણેશ કર્યા છે.