દેશ ભરમાંથી કેટલીકવાર એવા કિસ્સા સામે આવતા હોય છે જે ખરેખર રડાવી દે તેવા હોય છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવાનનો જીવ બચાવવા માટે ક્ષત્રિય યુવકે પોતાનો જીવ આપી દીધો. દેશમાં કેટલીક જગ્યાએ હિન્દૂ મુસ્લિમ વચ્ચે તણાવભર્યુ વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે આ કિસ્સાએ ખરા અર્થમાં માનવતા મહેકાવી છે.
ક્ષત્રિય ધર્મમાં કહેવાય છે કે સંકટ સમયે મદદ મંગાનારને ક્યારેય નિરાશ ન કરવા જોઈએ. ત્યારે આ વ્યાખ્યાને અનુસરીને કચ્છના 24 વર્ષના ક્ષત્રિય યુવક જીતેન્દ્રસિંહ જાડેજાએ કેનાલમાં ડૂબી રહેલા મુસ્લિમ યુવકનો જીવ બચાવવા માટે પોતાના જીવની આહુતિ આપી દીધી. આ સાથે જ ધર્મ નિર્પેક્ષતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. બે દિવસ પહેલા ભચાઉ SRP કેમ્પ નજીક આવેલ નર્મદા કેનાલમાં અકરમ અબડા નામનો મુસ્લિમ યુવાન ડૂબી રહ્યો હતો. ત્યારે આ યુવકને બચાવવા માટે ચોપડવા ગામનો 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ જાડેજા કઈ પણ વિચાર્યા વગર તુરંત કેનાલમાં કૂદી પડ્યો હતો.
જો કે આ ઘટના બાદ મુસ્લિમ યુવક અકરમનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે જીતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ 20 કલાક બાદ 10 કિલોમીટર દૂર એક એનઆરઈ કોક કંપની પાછળથી મળી આવ્યો. ઘટનામાં બંનેના જીવ જતા રહ્યા. એક ક્ષત્રિય યુવાને મુસ્લિમ યુવાનને બચવા પોતાનો જીવ કુરબાન કરી દીધો. મીડિયા અહેવાલ અનુસાર અકરામ તેની માતા સાથે કંઈક વિધિ કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન કેનાલમાં કંઈક વસ્તુ નાખવા જતા પગ લપસ્યો હતો. ત્યારે માતાની નજર સામે જ અકરમ કેનાલમાં ડૂબવા લાગ્યો હતો.
જેથી તેની માતા બૂમો બચાવવા માટે મદદ માટે બુમો પાડી રહી હતી. આ દરમિયાન જીતેન્દ્રસિંહ વાળ કપાવવા જઈ રહ્યો હતો. ત્યારે તેણે કેનાલમાં ડૂબતા યુવકને જોઈને બાઈક ઉભી રાખી. તેની સાથે તેનો મિત્ર કરમશી પણ હતો. ત્યારે યુવકને બચાવવા માટે કરમશી દોરડું લેવા ગયો. જો કે આ દરમિયાન પેલો યુવાન બચાવવા માટે બૂમો પડી રહ્યો હતો. જેથી જીતેન્દ્રસિંહ કેનાલમાં કૂદી પડ્યો.
જીતેન્દ્રસિંહ તરવૈયો હતો. પરંતુ કેનાલમાં પાણી પ્રેશર ઘણું હતું. જો કે તેણે બચાવવામાં સફળતા પણ મળી હતી. પરંતુ ડઘાઈ ગયેલા અકરમે જીતેન્દ્રનો હાથ પકડી લેતા બને પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જીતેન્દ્રસિંહના પિતા જોગરાજસિંહે કહ્યું કે જીતેન્દ્ર નાનપણથી જ તરવાનું શીખેલો હતો. પરંતુ હવે માત્ર તેની યાદો જ સાથે રહી ગઈ છે.
બે બે વાર મોતને ચકમો આપનાર જીતેન્દ્ર ત્રીજીવાર બચી શક્યો નહીં. તેના પરિવારના જણાવ્યા અનુસાર 2001 મા આવેલા ગોઝારા ભૂકંપમાં તે માંડ માંડ બચ્યો હતો. ત્યારબાદ એકવાર કિસ્મતમાં બાઈક પરથી ફંગોળાઈને નીચે પટકાયો હતો. પરંતુ સદનસીબે બચી ગયો હતો. પરંતુ આ અકસ્માતમાં મિત્રને જીવ ગુમાવ્યો હતો. ત્યારે અત્યારે મુસ્લિમ યુવકને બચાવવા જતા તે પાણીમાં ડૂબતા મોટ નીપજ્યું. અંગે મુસ્લિમ અગ્રણીઓએ જીતેન્દ્રના પરિવારને દિલાસો આપતા કહ્યું કે આ વાત મુસ્લિમ સમાજ ક્યારે ભૂલી નહિ શકે.