ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે સાર્વત્રિક વરસાદ, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

Weather

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તો કેટલીક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થઇ ચુક્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનો છુટોછવાયો વરસાદ પડ્યો છે. પરંતુ દરેક જગ્યાએ હળવો વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં સત્તવાર ચોમાસુ બેસી ગયું છે. જો કે ચોયાસુ આગળ વધતું નથી અને વરસાદની માત્રામાં પણ વધારો થયો નથી. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હજુ ત્રણ ચાર દિવસ વરસાદની માત્ર વધે તેવી કોઈ શક્યતા નથી. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ત્રણ ચારે દિવસ બાદ ભારે વરસાદ વર્ષે તેવી શક્યતા છે.

એક મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગે પૂર્વ ગુજરાતમાં મહીસાગર, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં 20 તારીખ આસપાસ વરસાદ વધવાની શક્યતા દર્શાવી છે. હાલ સૌરાષ્ટ્રના અમરેલી સહીત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા હળવો વરસાદ થયો હતો.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હોવાનું એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જો કે આ વરસાદ છુટાછવાયા વિસ્તારમાં થશે. તો અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ખેડા, નવસારી, સુરત, ભરૂચ અને ડાંગમાં આગામી 19 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં પણ આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થઇ શકે છે. જો કે હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જયારે 19 જૂન બાદ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતા છે.

ચોમાસુ ક્યાં પહોંચ્યું તેની વાત કરીએ તો, હાલ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચોમાસુ પહોંચી ગયું છે. ત્યારે હાલ ત્રણ ચાર દિવસ રાજ્યમાં હળવો વરસદસ થશે. જે બાદ ચોમાસુ જોર પકડતા 20 જૂન આસપાસ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.