દેશ ભરમાંથી અવાર નવાર પ્રેમ સંબંધોના કિસ્સાઓ સામે આવતા હોય છે. યુવાન છોકરા છોકરીઓના પ્રેમ સંબંધના કિસ્સાઓ સામે આવવા એ તો આજના સમયમાં એક સામાન્ય બાબત બની ગઈ છે. કેટલીકવાર તો વેવાઈ વેવાણના સંબધોના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે હાલ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે.
આ કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે. જ્યાં સાસુ જમાઈનો સંબંધ શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના એક ગામમાંથી એક મહિલાએ અભયમ 181ની ટીમને કોલ કરીને કહ્યું કે તેનો પતિ તેના પર ત્રાસ ગુજારે છે. જેથી અભયમની ટિમ કાઉન્સિલિંગ કરવા માટે ગઈ હતી.
આ દરમિયાન એવી માહિતી સામે આવી જે જાણીને તમારી આંખો પહોળી થઇ જશે. મહિલાએ કાઉન્સિલિંગ દરમિયાન જાણવાયું કે ચાર વર્ષ અગાઉ તેની દીકરીને એક છોકરો જોવા માટે આવ્યો હતો. જે બાદ એ છોકરા સાથે તેની સગાઇ કરવામાં આવી હતી. પરંતુ અઢી વર્ષ બાદ કારણોસર તેની સગાઇ તોડી નાખી હતી.
આ દરમિયાન મહિલાએ સંબંધ પુરા કરવાને બદલે થનારા જમાઈ સાથે જ લગ્ન કરી લીધા હતા. મહિલાના પતિનું વર્ષ અગાઉ અવસાન થઇ ગયું હતું. ત્યારે દીકરીની સગાઇ તૂટતાં 46 વર્ષના સાસુએ 30 વર્ષના જમાઈ સાથે મંદિરમાં ફુલહાર કરીને પ્રભુતામાં પગલાં પડ્યા અને દીકરી દીકરાને રઝળતા કરી દીધા.
ત્યારે અભયમની ટીમે તમામ જાણકારી બાદ મહિલાને સમજાવી હતી. મહિલાને ત્રણ દીકરી અને એક દીકરો છે. ત્યારે તેમના ભવિષ્યની ચિંતા કરતા અભિયમની ટીમે મહિલા અને યુવકનું કાઉન્સિલિંગ કર્યું. ત્યારબાદ મહિલાને સમજાવીને તેના મૂળ સાસરે પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી.