સોમનાથ મંદિર વિશે સૌ કોઈ જાણે છે. ગુજરાતના પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. આ મંદિરમાં દરરોજ લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે. સોમનાથ મંદિર જેટલું સુંદર અને રમણીય છે તેટલું જ રહસ્યોથી ભરેલું છે. ત્યારે આજે અમે તમને આ મંદિરના એક એવા રહસ્ય વિશે જણાવીશું જેને સમજવામાં વૈજ્ઞાનિકોનો પણ પરસેવો છૂટી ગયો હતો.
ભારત એ મંદિરો અને સંસ્કૃતિનો દેશ છે. અહીં ઘણા બધા રહસ્યમયી મંદિરો આવેલા છે જેમનું એક છે સોમનાથ મંદિર. અનેકવાર તૂટેલું આ મંદિર ખુબજ સમણીય છે. સોમનાથના કિનારે મંદિરના દક્ષિણ ભાગમાં એક એવો સ્તંભ છે જે રહસ્યોથી ભરેલો છે. જેને સમજવામાં વૈજ્ઞાનિકો પણ ગોથું ખાઈ ગયા હતા. આ સ્તંભનું નામ બાણસ્તંભ છે.
આ સ્તંભ મંદિરના પરિસરમાં આવેલો છે. જેનો ઉલ્લેખ છઠ્ઠી શતાબ્દીમાં કરવામાં આવ્યો છે. જેનું મોઢું સમુદ્ર તરફ છે. આ સ્તંભ ખાસ વિશેષતા ધરાવે છે. અનેકવાર તૂટેલુ અને લૂંટાયેલુ આ મંદિર જેટલુ ભવ્ય છે તેટલુ જ રહસ્યોથી ભરેલું છે. પાનખર બાદ જેમ વસંત આવે છે તેમ અનેકવાર લૂંટાયા બાદ મંદિરની ભવ્યતા સોળે કલાએ ખીલી ઉઠી છે.
બાણસ્તંભ વિશે એવું કહેવાય છે કે તે સમુદ્ર તરફ જવાનો માર્ગ બતાવે છે. જો કે સોમનાથ તો દરિયા પાસે છે તો પછી સમુદ્ર તરફ જવાનો માર્ગ એટલે કેવો તેવો સવાલ તમને પણ થશે. પરંતુ તમને જણાવી દઈએ કે તે સમુદ્ર તરફ જવાનો એવો માર્ગ બતાવે છે જેમાં કોઈ વચ્ચે કોઈ અવરોધ નથી. એટલે કે જમીની અવરોધ નહિ આવે.
આ સ્તંભ એક એવો માર્ગ બતાવે છે જ્યાંથી વગર કોઈ અવરોધ સીધા દક્ષિણ ધ્રુવ પહોંચી શકાય છે. આ સ્તંભ પર સંસ્કૃતમાં ‘આસમુદ્રાનન્ત દક્ષિણધ્રુવ પર્યન્ત અબાધિત જ્યોર્તિમાર્ગ’ લખાયેલુ છે. જેનો અર્થ થાય છે કે સમુદ્રના અંતર પર સ્થિત દક્ષિણ ધ્રુવ સુધી જવાનો અબાધિત માર્ગ. આ બાબતે અનેક લોકોએ રિસર્ચ કર્યું પણ તારણ એક જ આવ્યું કે આ શ્લોક સાચો છે.
આ સ્તંભનું મુખ સમુદ્ર તરફ છે. વૈજ્ઞાનિકોને પણ આ બાબત સમજવામાં પરસેવા છૂટી ગયા હતા. ત્યારે આશ્વર્યની વાત તો એ છે કે પહેલાના સમયમાં તો ન ઇન્ટરનેટ હતું, ન ટેક્નોલોજી હતી, ન જીપીએસ હતું છતાંપણ તેમને આટલી સચોટ જાણકારી કઈ રીતે હશે. ખરેખર દરેક ભરતીય માટે આ ગર્વની વાત કહેવાય.
આપણા પૂર્વજોએ સૂક્ષ્મસ્તરે અભ્યાસ કરીને આ માહિતીનો ઉલ્લેખ એવી જગ્યાએ કર્યો છે જ્યાં યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ આવતા. આ નૌકા જ્ઞાન છે જે આપણા પૂર્વજોને નહોતું. ત્યારે તેમણે કેવી રીતે આ જાણ્યું હશે. ખરેખર દરેક ભરતીય માટે આ ખુબજ ગર્વની વાત કહેવાય.
પ્રાચીન ભરતીય વેપારમાં માહેર હતા. ત્યારે વિદેશીઓ સમુદ્રના માર્ગે ભારત આવતા અને વેપાર કરતા. જેમાં તેમને બાણ સ્તંભ ખુબજ મદદ રૂપ થતો. સોમનાથ મંદિરમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. અનેકવાર તૂટેલું સોમનાથ મંદિર ખુબજ સુંદર છે. અહીં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ આવે છે.