વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, જાણો ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ કેટલે પહોંચ્યું

Weather

સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળા છવાયા છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટો આવતા સુરતના અઠવા, સીટી લાઈટ, વેસુ, રાંદેર અને કતારગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેથી રોડ પર પાણી વહેતા થયા છે. તો વરાછામાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે.

સુરતમાં વહેલી સવારથી જ વટાવરણમાં પલટો આવ્યો છે. આ સાથે જ વરસાદ થયા ચારે કોર ઠંડક પ્રસરી વળી છે. તો હાલ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે જેથી ભારે વરસાદ વરસશે તેવું લાગી રહ્યું છે. શહેરમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.

વહેલી સવારે વરસાદનું આગમન થતા રોડ પર પાણી ભરાયા છે. વરસાદને પગલે નોકરી ધંધા પર જઈ રહેલા લોકોને તકલીફ પડી હતી. તો વરસાદને પગલે લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. સિર્તના વરાછા વિસ્તારમાં પણ બપોરના સમયે મેઘરાજાએ બહબહાટી બોલાવી છે. જેથી લોકોમાં ખુશી જોવા મળી છે.

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા મેઘરાજા મહેરબાન થયા છે. એક મીડિયા રિ
પોર્ટ અનુસાર હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેથી 16 અને 17 તારીખે સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું આગમાં થયું છે ત્યારે ઉકાઈ ડેમની સપાટી પણ ઉપર આવી છે. ઉકાઈ ડેમની સપાટી 3.16.38 ફૂટ પર છે. ત્યારે ડેમમાંથી 1000 ક્યુસેક પાણી સતત છોડાતું રહે છે. વરસાદ વચ્ચે તાપી નદી પરના કોઝવેની સપાટી વધીને 4.95 મિત્રે પહોંચી ગઈ છે. આ દરમિયાન હજુપણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.