સુરતમાં માતા પિતાની આંખ ઉઘાડી દે તેવો કિસ્સો, ખરાબ થઈ ગયેલો મોબાઈલ રીપેર ન થતા યુવાન દીકરીએ આત્મહત્યા કરી લીધી

Gujarat

મોબાઈલ અને ઇન્ટરનેટ આજે લોકો પર હાવી થઇ ગયા છે. જો કોઈનો મોબાઇલ ખરાબ થઇ જાય કે તૂટી જાય અથવા મોબાઈલ ડેટા પુરા પુરા થઇ જાય તો લોકો હાંફળાફાંફળા થઇ જાય છે. કેટલીકવાર તો મોબાઈલને કારણે હત્યા અને આત્મ હત્યાના કિસ્સા પણ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે હાલ આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

આજના સમયમાં નાનાથી લઈને મોટા સૌ કોઈ જયારે જોઈએ ત્યારે મોબાઈલમાં મદમસ્ત હોય છે. ત્યારે આ મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કેટલીકવાર જીવલેણ સાબિત થાય છે. હાલ સુરતમાંથી એક હચમચતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખરાબ થઇ ગયેલો મોબાઈલ રીપેર ન થતા યુવાન દીકરીએ આત્મહત્યા કરી લીધી.

સુરતના ડિંડોલી ગણેશનગર પાસે આવેલ ખોડલકૃપા નગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ સિમ્પી ડરાઇવરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 16 દીકરી ઉર્વશી ઉર્ફે ટીના દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. મોટા ભાગના લોકોની જેમ તે પણ મોબાઈલમાં વળગી રહેતી હતી. ત્યારે થોડા સમય પહેલા તેનો ફોન ખરાબ થઇ ગયો હતો.

જો કે ફોન રીપેર કરવા માટે દુકાનમાં પણ આપ્યો હતો. છતાંપણ ફોન રીપેર થયો નહીં. જેથી ઉર્વશી ઉર્ફે ટીનાને દુઃખ થયું. ત્યારે ગઈ કાલે સાંજે ઉર્વશી ઘરે એકલી હોવાથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. ઘટના અંગે જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી.

આ પહેલા પણ સુરતમાંથી મોબાઈલના લીધે આત્મહત્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સુરતના લીંબાયત મહાપ્રભુનગરમાં રહેતા કિયામુદ્દીન અનસારી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમને 17 વર્ષનો પુત્ર હતો જે ભણવાને બદલે મોબાઈલમાં ગેમ રમવામાં વધારે સમય ગાયતો હતો.

મોબાઇલમાં સતત ગેમ રમવાને કારણે માટે તેને ઠપકો આપીને ભણવામાં સમય આપવાનું કહ્યું છે. ત્યારે 17 વર્ષીય અશરફને માઠું લાગી જતા તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ફાંસો ખાઈ લીધો હતો. ત્યારે લીંબાયત પોલીસની પ્રાથમિક તપાસમાં માટે ઠપકો આપ્યો હોવાથી માઠું લાગી જતા આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.