આ અઠવાડિયામાં બેસશે આદ્રા નક્ષત્ર, સાર્વત્રિક મુશળધાર વરસાદ સાથે ગુજરાતમાં થશે મેઘામહેર

Weather

રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો નથી. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. જેથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે.

હાલ મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યુ છે. મૃગશીર્ષ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતો હોય છે. ત્યારે હાલ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે પ્રસાદ વરસ્યો છે. ત્યારે હજુ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારો સાવ કોરે કોરા છે. કારણ કે ચોમાસાએ ત્રણ ચાર દિવસ બ્રેક મારી છે. જો કે છુટાછવાયા વિસ્તારોમાં જ વરસાદ વરસી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આગામી 22 જૂનથી 30 જૂન વચ્ચે વરસાદ પડશે. કારણકે 22 જૂનથી અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થશે. જે મજબૂત થતા જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. જેથી હાલ જે વિસ્તારો કોરા છે ત્યાં પણ વરસાદ વરસશે. આ સાથે જ ચોમાસુ આગળ વધશે.

હાલ મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યુ છે. જેમાં છુટાછવાયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ત્યારે હવે 21 જૂનથી આદર નક્ષત્રની શરૂઆત થશે. આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ થતો હોય છે. ત્યારે હવે ત્રણ દિવસ બાદ આદ્રા નક્ષત્ર બેસશે. જેમા બાકી રહેલા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થશે.

સામાન્ય રીતે દર વર્ષે આદ્રા નક્ષત્રની અંદર વાવણી લાયક વરસાદ પડતો હોય છે. આ વર્ષે પણ બાકી રહેલ ઘણા બધા જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂન પછી ચોમાસું બેસતું હોય છે. પરંતુ આ વર્ષે બે દિવસ અગાઉ ચોમાસું બેસી ગયું છે. જોકે હવે 3-4 દિવસ બ્રેક લેશે ત્યાર પછી ફરી સિસ્ટમ બનતા આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published.