લ્યો બોલો કળિયુગમાં બધું જ શક્ય છે, 25 વર્ષની યુવતીએ 70 વર્ષના વૃદ્ધ સાથે લગ્નના ફેરા ફર્યા

Story

દેશ વિદેશમાંથી કેટલીકવાર માનવામાં ન આવે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 25 વર્ષની યુવતીએ 70 વર્ષના વૃદ્ધ સાથે લગ્નના સાત ફેરા ફર્યા. ત્યારે યુવતી અને વૃદ્ધના 45 વર્ષના અંતર છતાંપણ લગ્ન થતા લોકો કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે. આ કિસ્સો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે.

આ કિસ્સો કૅનૅડામાંથી સામે આવ્યો છે. હાલ કેનેડામાં સાથે રહેતા પતિ પત્ની ડોન અને સ્ટેફનીની આ વાત છે. જેમના વચ્ચે 45 વર્ષનું અંતર છે. સ્ટેફની નામની યુવતીએ પોતાનાથી 45 વર્ષ મોટા અને 70 વર્ષના ડોન નામના વૃદ્ધ સાથે લગ્ન કર્યા છે અને લગ્ન જીવન જીવી રહ્યા છે. જો કે તેમના આ લગ્નથી તેમના પરિવારજનો પણ નારાજ છે.

સ્ટેફની ‘Love Don’t Judge’ નામના શોમાં પોતાની લવ સ્ટોરી જણાવી હતી. ઉપરાંત પોતાના પ્રેમ સંબંધોને વખાણ્યાં હતા. સ્ટેફનીએ જણાવ્યું હતું કે ડોન સાથે તેની મુલાકત 5 વર્ષ પહેલા પબમાં થઇ હતી. તે પબમાં નોકરી કરતી હતી અને ડોન અહીંના રેગ્યુલર કસ્ટમર હતા. જયારે પણ ડોન પબમાં આવતા ત્યારે સ્ટેફની ખુશ થઇ જતી હતી.

સ્ટેફની કહ્યું કે ડોનને જોઈને તેમનો દિવસ સારો વીતતો હતો. જેથી તેને ડોન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. હાલ સ્ટેફની ડોન સાથે ખુશમય લગ્નજીવન જીવી રહી છે. માત્ર એટલું જ નહીં આ દંપત્તિને 2 વર્ષને દીકરી પણ છે. જો કે સ્ટેફનીના પરિવારજનોને આ સંબંધ મંજુર નથી. કારણે કે તેમને એવું લાગ્યું કે આ બંનેના સંબંધો લાંબા સમય સુધી ટકશે નહીં.

સ્ટેફનીના પરિવારજનોને જયારે ખબર પડી કે ડોન અને સ્ટેફની વચ્ચે 45 વર્ષનો ગેપ છે. ત્યારે તેમને ખુબ મોટો જઝકો લાગ્યો હતો. ઉપરાંત લોકો પણ આ અંગે ચર્ચાઓ કરી રહ્યા છે. આ દંપતીને પણ ઉંમરને કારણે વારંવાર લોકોનું સાંભળવું પડે છે. જો કે ડોન અને સ્ટેફનીનું કહેવું છે કે તેઓ લોકોની વાત પર ધ્યાન આપતા નથી અને ખુશમય જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.