સુરતમાં ગમખ્વાર અકસ્માત, એક્ટિવાનો ટર્ન લઈ રહેલ પિતા પુત્રી પર ટ્રક ફરી વળ્યો પ્રોફેસર યુવતીનુ મોત

Travel

રાજ્યભરમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં કેટલાક ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા થતી હોય છે. તો કેટલાક અકસ્માત જીવલેણ સાબિત થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ સુરતમાંથી એક ગંભીર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રોફેસર યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

સુરતના વાલોડ તાલુકામાં આ અકસ્માત સર્જાયો છે. જ્યા વાંસકુઈના પેટ્રોલપંપ પર જવા માટે ટર્ન લેતી વખતે મોપેડ ચાલાક યુવતીને અકસ્માત નડ્યો હતો. યુવતી સાથે તેના પિતા પણ હતા. ત્યારે ટર્ન લેતી વખતે પાછળથી આવેલા કાળ બનેલા ટ્રકે અડફેટે લેતા યુવતી ટ્રક નીચે 25 ફૂટ સુધી ઘસડાઈ હતી.

યુવતીને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે યુવતીના પિતાને પણ ઇજા થતા સરદાર સ્મારક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત નાજુક છે. આ ગોઝારા અકસ્માત બાદ ટ્રક ચાલાક ફરાર થઇ ગયો હતો.

આ અકસ્માત 13 જૂને થયો હતો. જેના સીસીટીવી ફૂટેજ હાલ બહાર આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવતી ધામોદલા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેનું નામ સ્નેહલતા ચૌહાણ હતું. તે ઉમરપાડામાં પ્રોફેસર તરીકે કામ કરતી હતી. યુવતી પોતાના પિતા ગુરજીભાઈ સાથે ધામોદલાથી મઢી કામ માટે મોપેડ પર જઈ રહી હતી.

આ દરમિયાન વાંસકુઈના પેટ્રોલપંપ નજીક બોરવેલની ટ્રકે અડફેટે લેતા યુવતી ટ્રક નીચે ઢસડાઈ હતી. ત્યારે યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. તો યુવતીના પિતા 10 ફૂટ દૂર ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી છે. ટ્રક ચાલક યુવક ટ્રક મૂકીન ફરાર થઇ ગયો હતો. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગોઝારા અકસ્માતમાં સ્નેહલતા કે જેઓ પ્રોફેસર છે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેથી ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. તો યુવતીના પિતા ગુરજીભાઈની હાલત પણ નાજુક છે. તેમને સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.