નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે માતા હીરાબા એ માગ્યું હતું આ વચન, આ વચનને લીધે મોદી વડાપ્રધાન બની ગયા

Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દરેક દેશવાસી જાણે છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. હાલ નરેન્દ્ર મોદી વિશ્વભરમાં પ્રખ્યાત છે. નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે માતા હીરાબાએ એક વચન માંગ્યું હતું. જેનાથી મોટા ભાગના લોકો અજાણ હશે. અભણ માતાના આ વચનને લીધે જ મોદી વડાપ્રધાન બની ગયા.

નરેન્દ્ર મોદીના જીવનમાં આ વચન ખુબજ મહત્વ ધરાવે છે. વડાપ્રધાન મોદીએ ઘણા સમય પહેલા જણાવ્યું હતું કે જયારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના માતા ખુબજ ખુશ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બન્યા એટલે સૌથી પહેલા માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના માતાએ એક વચન માંગ્યું હતું જે નરેન્દ્ર મોદીના જીવનમાં ખુબજ મહત્વ ધરાવે છે.

મોદીજીએ વાત કરતા કહ્યું કે, ”મારા માને મળવા પહેલા જ તેમણે ખબર પડી ગઈ હતી કે હું ગુજરાતનો મુખ્યમંત્રી બની ચુક્યો છું. હું જયારે માં પાસે પહોંચ્યો ત્યારે ઉત્સવ ભર્યો માહોલ હતો. જશ્ન શરૂ થઇ ગયું હતું. જયારે મારી માએ મને જોયો તો ગળે લગાવી લીધો. તેઓએ મને કહ્યું કે સારી વાત એ છે કે તું ગુજરાત પીછો આવી જઈશ.’

ત્યારબાદ વડાપ્રધાન મોદી પોતાની માતાના વચન વિશે જણાવતા કહે છે કે, ”મારા મુખ્યમંત્રી બન્યા બાદ માએ મને કહ્યું, ”જો ભાઈ… મને નથી ખબર કે તું શું કરે છે. બસ મને વચન આપ કે તું જીવનમાં ક્યારેય પણ લાંચ નહીં લે. લાંચ લેવવાનું પાપ નહીં કરે.” મોદીજીએ આ અંગે કહ્યું, ”માના આ શબ્દોએ મને પ્રભાવિત કર્યો છે અને એ પણ કહીશ કે એવું શા માટે થયું. એક મહિલા જેણે પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવી દીધું. જેમની પાસે તહેવારોના સમયે ભૌતિક સુખ સાધન નહોતા. તેઓએ મને લાંચ નહીં લેવાનું કહ્યું.”

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, ”એટલે જ જયારે હું દેશનો પ્રધાનમંત્રી બન્યો તો મારી પકડ વધુ મજબૂત અને કઠોર બની. પાછલા દિવસોમાં કોઈએ માને કહ્યું કે મને કોઈ સાધારણ નોકરી મળી ગઈ તો પણ તેઓએ આખા ગામમાં મીઠાઈ વહેંચી હતી. તેમના માટે મારુ આ પદ કોઈ મહત્વ નથી ધરાવતું.”

ખરેખર દરેક માતાનો સ્વભાવ પોતાના બાળકોને સંસ્કાર આપવાનો હોય છે. આસપાસ અને દુનિયામાં શું થઇ રહ્યું છે તેનાથી માતાને કોઈ ફેર નથી પડતો એ તો બસ પોતાના બાળકો સાથે જીવન વિતાવવા માંગે છે. દરેક માતા પોતાના બાળકને નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. આપણા પ્રધાનમંત્રીએ પોતાના માતાના 100 માં જન્મદિવસ નિમિતે તેમના માતાના સંઘર્ષની ઘણી બધી વાતો કરી હતી.

Leave a Reply

Your email address will not be published.