ભારતમાં દેવી દેવતાઓના ઘણા મંદિરો આવેલા છે. જેમાંનું એક છે શક્તિપીઠ પાવાગઢ. આ ધામમાં માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. પરંતુ આજ સુધી આ મંદિરમાં ધજારોહણ નથી કરતું. ત્યારે આજે 500 વર્ષ બાદ પ્રધાનમંત્રી મોદીજીએ શક્તિપીઠ પાવાગઢમાં ધજારોહણ કર્યું.
વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા. તેઓ જનની બાદ જગત જનનીના શરણોમાં આવ્યા. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચન કર્યાં બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધજારોહણ કરાય હતું. વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા અને તેમના હસ્તે 500 વર્ષ બાદ માતાના ધામમાં ધજારોહણ કરાયું.
ધજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો એક ઇતિહાસ જોડાયેલો છે.ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો. આ સાથે જ મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. જેથી આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર સદીઓથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે હવે પાવાગઢનો વર્ષો જુનો ઇતિહાસ પાછો થશે.
શનિવારે સવારે પ્રધાનમંત્રી મોદીએ શક્તિપીઠ પાવાગઢમાં આવીને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. પહેલા મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી.
શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર છે. જ્યાં 2200 પગથિયા બનાવવામાં આવ્યા છે. આ સાથે જ દરેક ભાવિ ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને રોપવેની પણ વ્યથા કરવામાં આવી છે. શક્તિપીઠ પાવાગઢમાં ઉપર દૂધિયું તળાવ પણ આવેલું છે. પ્રધાનમંત્રી મોદી આજે સવારે તેમના માતા હીરાબાના દર્શન કરીને પાવાગઢ પહોંચ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી મંદિરમાં 500 વર્ષ બાદ ધજારોહણ કર્યું.
માત્ર એટલું જ નહિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ ધામમાં મોદીજીએ 137 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. ત્યારે કરોડોના ખર્ચે અહી વિકાસના કર્યો કરવામાં આવશે. દુધિયા તળાવથી 500 પગથિયા ઉપર આવેલા માતાના મંદિર સુધી પહોંચવા માટે લીફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત પાવાગઢ ખાતે યજ્ઞ શાળાનું નિર્માણ કરશે. માતાનું આ ધામ ખુબજ રમણીય છે ત્યારે વિકાસ કર્યો થતાં તેની ભવ્યતામાં વધારો થશે.