રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો, આગામી ત્રણ દિવસ સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી

Weather

ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ચૂક્યું છે. ત્યારે બુધવારે બપોર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાતાવરણમાં પલટો આવતાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં મેઘરજાની એન્ટ્રી થઈ છે. તો આ સાથે જ ભારે પવન ફૂંકાયો હતો. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસુરા, બીલપુડી, બરુમાળ, બામટી બારોલિયાના ગામડામાં વરસાદ શરૂ થયો છે. ત્યારે ભારે વરસાદને પગલે લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. તો બીજી તરફ વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. બુધવારે અચાનકથી દક્ષિણ ગુજરાતના વાતાવરણ પલટો આવતાં મેઘરાજા મહેરબાન થયા છે.

રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં વઘઈ, આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. તાપી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે બપોર બાદ સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આ સાથે જ બપોર બાદ આકાશમાં કાળા ડીબાંગ વાદળ છવાયા હતા. જે બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો હતો. સુરતના વરાછામાં વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતા થયા હતા. તો ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. જ્યાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો.

રાજ્યના કેટલાક વિસરોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં સીઝનનો સારો વરસાદ વરસ્યો નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એક મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ રહેશે. ત્યારબાદ 25 જૂનથી વરસાદનું જોરનું વધશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ ડાંગ, વલસાડ, તાપી, સુરત, નવસારી, દાદાર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.