ફરી એકવાર આઈશા જેવી યુવતીનો આપઘાત, સાબરમતી રિવરફ્રન્ટ પર વિડ્યો બનાવી આપઘાત કર્યો

Gujarat

અમદાવાદની આઈશાએ પતિના ત્રાસથી કંટાળીને સાબરમતી રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને 25 ફેબ્રુઆરી 2021 રોજ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ ઘટનાને લોકોને ચોંકાવી દીધા હતા. ત્યારે હાલ એક એવો જ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતાં યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. યુવતીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં હતી. ત્યારે યુવકે દગો આપતાં નફીસાએ અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યો હતો એ પણ મીડિયા સમક્ષ આવ્યો છે.

નફીસા વીડિયોમાં કહી રહી છે કે ‘રમીઝ, તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, મતલબ બહુત બુરા કિયા હૈ. શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને સબસે જ્યાદા પ્યાર તુમસે કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ.

મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તુમ્હે પરસો દેખા થા, વહાં પર, તુમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.

નફીસા દુખ ઠાલવતા બીજા એક વીડિયોમાં કહી રહી છે કે, કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા. મેં ક્યા બોલું? આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

અમદાવાદની આઈશાએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે પતિના ત્રાસને કારણે મોત વહાલું કરતાં પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારે હાલ વડોદરાની નફીસાનો આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

નફીસાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વિડીયો બનાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વડોદરા પોતાના ઘરે આવીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીસી હતી. બનાવ બાદ યુવતીનાં પરિવારજનોએ આજે વડોદરાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published.