ગુજરાત પર એક મોટો વાદળોનો ઘેરાવ જામ્યો, આગામી ચાર દિવસ આ વિસ્તારોમાં ફાટી શકે છે આભ

Weather

રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં શરૂઆતના દિવસોમાં ચોમાસુ ભલે ધીમું રહ્યું પરંતુ આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. ત્યારે લોકો ધોધમાર વરસાદની રાહ જોઈને બેઠા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં નિર્ધારિત સમય કરતા બે દિવસ વહેલું ચોમાસુ બેસી ગયું હતુ. પરંતુ શરૂઆતના દિવસોમાં વરસાદ ઓછો અથવા નહિવત છે. ત્યારે મહિનાના અંતમાં ચોમાસુ જમાવટ બોલાવશે.

મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદો માહોલ રહેશે. ત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

મીડિયા અહેવાલ અનુસાર આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તાપી અને ડાંગમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને પોરબંદરમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. આપણે જણાવી દઈએ કે વરસાદ વિશે સચોટ માહિતી મેળવવા માટે હવામાન વિભાગના અપડેટને અનુસરવું.

Leave a Reply

Your email address will not be published.