હવે થશે વરસાદ, અરબ સાગરમાં પ્રેશર સર્જાતા મજબૂત થશે ચોમાસુ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Weather

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં મેઘમહેર યાથવત રહે તેવી શક્યતા છે. તો આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.

મીડિયા અહેવાલ મુજબ હાલ મહારાષ્ટ્રના દરિયામાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન પેદા થયું છે. તો અરબી સમુદ્ર પરથી આવતા પવનો પણ મજબૂત થયા છે. જેના લીધે છેલ્લા બે દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત જે વિસ્તારો કોરેકોર હતા તેને પણ મેઘરાજાએ તરબતોળ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારિકા, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ અને વડોદરાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ વરસ્યો છે. જેનાથી ખેડૂતો ખુશ થયા છે. આ વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે.

એક મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ડાંગ, નવસારી, વલસાડ, સુરત, દીવ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં આગામી બે દિવસમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અટકેલું ચોમાસુ આગળ વધતા રાજ્યના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ત્યારે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસુ જામ્યું છે. ગુજરાતમાં 13 જૂને ચોમાસુ બેસી ગયા બાદ 16 જૂને આગળ વધ્યું હતું. જો કે ત્યારબાદ ચોમાસાએ બ્રેક લીધો હતો. ત્યારે હવે ચોમાસુ પોરબંદરથી લઈને વડોદરા સુધી પહોંચ્યું છે. જે આવનારા દિવસોમાં આગળ વધશે. આ સાથે જ ગુજરાતના કોરા રહેલા વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થશે.

Leave a Reply

Your email address will not be published.