આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Weather

ગુજરાતમાં હવે ચોમાસુ જામ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ રાજ્યભરમાં ચોમાસુ જામ્યું છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગે સુરત, વલસાડ, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ વરસાદની શક્યતા નહિવત છે.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલીમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. તો સૌરાષ્ટના કલ્યાણપુર તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેથી લોકો ખુશ થયા છે.

સૌરાષ્ટના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢના માંગરોળમાં સાંબેલાધાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા છે. તો ભારે પવનને કારણે ઘણું બધું નુકસાન થયું છે. ગત 24 કલાકમાં રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતો ખુશ થયા છે.

Leave a Reply

Your email address will not be published.