સુરતમાં AAP ના કાર્યકરોની કાર પર હુમલો, મારામારી કરીને કારના કાચ તોડી નાખ્યા

Gujarat

રાજ્ય સરકાર દ્વારા હાલ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી થયો છે. ત્યારે સુરતની શાળાઓમાં પણ પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી થયો છે. આ વચ્ચે સુરતમાં આપના કોર્પોરેટરની કાર પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમચાર સામે આવ્યા છે. મળતી જાણકારી અનુસાર સુરતમાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટર મહેશ અણધણની કાર પર હુમલો કરવામાં આવ્યો છે.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણની કારમાં તોડફોડ કરવામાં આવી છે. મહેશ અણઘણનો આરોપ છે કે આ તોડફોડ ભાજપના કાર્યકરોએ કરી છે. વીડિયોમાં કોર્પોરેટર કારના કાચ તૂટેલા દેખાય છે. આ સાથે જ કેટલાક લોકો મારામારી કરી રહ્યા દેખાઇ આવે છે.

સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આપના કોર્પોરેટરોએ શિક્ષણના પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ કાર્યક્રમમાં બબાલ મચી ગઇ હતી. પૂર્વ મંત્રી કુમાર કાનાણીની હાજરીમાં જ શાળા પ્રવેશોત્સવમાં બબાલ સામે આવી છે. વિપક્ષ દ્વારા શિક્ષકોની ઘટને લઈ પ્રશ્નો કરતા વિવાદ થયો છે. આપના કોર્પોરેટરોએ શાળામાં આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સામે શિક્ષણની પોલ ખોલવાનું શરૂ કરી દીધું હતું.

ભાજપ અને આપના કાર્યકર્તા આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. આ ઉપરાંત ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતા તેમજ મારામારી કરવામાં આવી હતી. આ સમગ્ર બબાલ પોલીસની હાજરીમાં થઈ હતી. ત્યારે આપ દ્વારા પોલીસ પર પણ સવાલ ઉઠવામાં આવી રહ્યા છે. સાથે જ આ ઘટના બાબતે ભાજપના કાર્યકરો પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.