હવામાન વિભાગની મહત્વની આગાહી, આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં થશે મેઘમહેર

Weather

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઇ છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બરાબર ચોમાસું જામી ગયું છે. ચોમાસાની સિઝન ચાલુ થતાની સાથે જ ઘણા બધા વિસ્તારોમાં સતત મેઘરાજા વરસી રહ્યા છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત અને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના 70 ટકા વિસ્તારોમાં વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, જૂનાગઢ ,અમરેલી, પોરબંદર,નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે કે હજી બે દિવસ શહેરમાં ગરમીનું પ્રમાણ વધશે. ચારથી પાંચ ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સુધી અમદાવાદ શહેરમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી.

શનિવારે અમરેલીના ગ્રામ્ય, ઉપલેટા, વિસાવદર, માણાવદરમા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય બગસરા ભીમ દેવળ,વેરાવળ, ધોરાજીમાં એકથી દોઢ ઈંચ તેમજ જૂનાગઢ, ભેસાણ, મેંદરડા, વંથલીમાં અડધો ઈંચ વરસાદ થયો હતો. જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ, ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં , સાવરકુંડલા સવા 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, બોડેલીમાં અને પોરબંદરમાં સવા ઈંચ, મહુવામાં અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Leave a Reply

Your email address will not be published.