ભારત ધર્મ અને ભક્તિનો દેશ છે. અહી ભક્તિ સાથે જોડાયેલા ચમત્કારિક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રમાંથી એક ચમત્કારિક ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્રના બોટાદમાં આવેલા ગોતેશ્વર શિવ મંદિરમાં નાગ દાદા કળશ પર આવીને બિરાજમાન થતાં લોકો શિવજીનો ચમત્કાર માનીને દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
બોટાદ શહેરમાં હરણકુઈ વિસ્તારમાં નવહથ્થું હનુમાનજીનું મંદિર આવેલું છે. જેમાં સાથે જ ગોતેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. આ મંદિરમાં આજે ભગવાન શિવના ગળાનું આભૂષણ જોવા મળ્યું. મંદિરના કળશ પર નાગ દાદા આવીને બિરાજમાન થયા હતા. ત્યારે આ દ્રશ્ય જોઈને પૂજારી અને દર્શને આવનાર શ્રદ્ધાળુઓ ચોંકી ગયા હતા. સાથે જ દર્શન માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
મંદિરના કળશ પર કોબ્રા સાપ જેને લોક ભાષામાં કાળોતરો સાપ કહેવામાં આગ છે તે આવીને બેસી ગયો હતો. ત્યારે આ ઘટનાને યુવાનોએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ભગવાન શિવનું આભૂષણ એટલે કે સર્પ આપમેળે કળશ પર બિરાજમાન થતાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
કાળોતરા સાપે કળશ પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપ્યા હતા. ભક્તો આ ઘટનાને સ્વયં ચમત્કાર ગણીને નિહાળી રહ્યા હતા. સાથે જ દર્શન કરીને ભક્તો પોતાની જાતને ધન્ય ગણી રહ્યા હતા. મંદિરના પૂજારીએ દાદા દર્શન કરીને ધૂળ દીપ અર્પણ કર્યું હતું. આ સાથે જ દૂધનું પાત્ર ધર્યું હતું. ત્યાં ઉપસ્થિત લોકોએ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.